હું પૂજારાની જેમ નહીં રમી શકું, વારંવાર ફ્લોપ થઈને પણ સુધરી રહ્યો નથી પૃથ્વી શૉ

PC: economictimes.indiatimes.com

પૃથ્વી શૉ એક એવો ખેલાડી છે જેને ભારતીય ટીમનો ફ્યૂચર કહેવામાં આવતો હતો, પરંતુ ગત દિવસોમાં આ 23 વર્ષીય બેટ્સમેને એ હદ સુધીનું ખરાબ પ્રદર્શન કર્યું કે હવે તેની જગ્યા દૂર દૂર સુધી ઇન્ટરનેશનલ ટીમમાં બની શકતી નથી. હાલમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પણ પૃથ્વી શૉ બેટથી માત્ર ને માત્ર સંઘર્ષ કરતો નજરે પડ્યો અને હવે ઘરેલુ ટૂર્નામેન્ટ દુલિપ ટ્રોફીમાં પણ એવું જ નજરે પડી રહ્યું છે.

દુલિપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે રમાયેલી મેચમાં પૃથ્વી શૉ વેસ્ટ ઝોન માટે પહેલી ઇનિંગમાં માત્ર 26 અને બીજી ઇનિંગમાં માત્ર 25 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જો કે, પોતાના ખરાબ દૌરમાં પણ તેણે પોતાનો આક્રમક અંદાજ બદલવાનું જરાય મન બનાવ્યું નથી. પૃથ્વી શૉના તેવર બદલાયા નથી અને તેનું માનવું છે કે તે પોતાની એટેકિંગ સ્ટાઇલના દમ પર જ ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.

પૃથ્વી શૉએ કહ્યું કે, ‘હું એવું માનતો નથી કે મારે પોતાની રમતમાં બદલાવ કરવાની જરૂરિયાત છે. હા હું પોતાની બેટિંગમાં સમજદારી સાથે સુધાર કરી શકું છું. હું પૂજારા સરની જેમ બેટિંગ નહીં કરી શકું અને પૂજારા સર મારી જેમ બેટિંગ નહીં કરી શકે. હું માત્ર ને માત્ર એ જ વસ્તુને કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જે વસ્તુ મને અહીં સુધી લઈને આવી છે એટલે કે મારી આક્રમક બેટિંગ, હું તેને બદલવા માગતો નથી.

ગત IPL સીઝનમાં પૃથ્વી શૉ દિલ્હી કેપિટલ્સ (DC) ટીમનો હિસ્સો હતો. આ સીઝનમાં તેણે 8 મેચ રમી અને માત્ર 13.25ની એવરેજથી કુલ 106 રન બનાવ્યા. આ જ કારણ છે કે હવે તેના માટે ભારતીય ટીમના દરવાજા બંધ થતા નજરે પડી રહ્યા છે. 23 વર્ષીય પૃથ્વી શૉએ અત્યાર સુધી 5 ટેસ્ટ, 6 વન-ડે અને 1 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે ક્રમશઃ 339, 189 રન બનાવ્યા છે, જ્યારે તે T20 ઇન્ટરનેશનલમાં ખાતું પણ ખોલી શક્યો નથી. જો કે ટેસ્ટમાં તેના નામે એક સદી અને 2 અડધી સદી નોંધાયેલી છે. તેનો ટેસ્ટમાં હાઈએસ્ટ સ્કોર 134 છે, જ્યારે વન-ડેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 49 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp