રેકોર્ડતોડ ઇનિંગ બાદ ટીકાકારો પર વરસ્યો પૃથ્વી શૉ, બોલ્યો-મને નથી જાણતા..

PC: indianexpress.com

ભારતીય ટીમમાં જગ્યા ફરી હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહેલો 23 વર્ષિય પૃથ્વી શૉની ઘરેલુ ક્રિકેટમાં ધમાલ ચાલુ છે. બુધવારે પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં 379 રનોની ઇનિંગ રમીને રેકોર્ડ બનાવી દીધો. મુંબઇ તરફથી રમતા પૃથ્વી શૉએ આસામ વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો હતો અને રણજી ક્રિકેટમાં કોઇ ઇનિંગમાં સૌથી વધારે રન બનાવનારો બીજો ભારતીય બેટ્સમેન બની ગયો. આ શાનદાર ઇનિંગ બાદ પૃથ્વી શૉએ પોતાના ટીકાકારોને પણ જવાબ આપ્યો હતો.

પૃથ્વી શૉ લાંબા સમયથી ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તે એમ કરી શકતો નથી. તેની બાબતે એ પ્રકારની ઇમેજ બની ગઇ છે કે સ્ટારડમ ઝેલી શક્યો નથી. તેની સાથે જોડાયેલો જ્યારે સવાલ થયો તો પૃથ્વી શૉએ લાંબો જવાબ આપ્યો. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં પૃથ્વી શૉએ કહ્યું કે, કોઇએ મારી સાથે સીધી વાત કરી નથી. કેટલાક લોકોએ મારી બાબતે એ કહ્યું, જેમ તેમને લાગે છે. હું એ વાતો પર ધ્યાન આપતો નથી. હું પોતાનું કામ કરી રહ્યો છું. કેટલાક લોકો મને જાણતા નથી, એ જ લોકો મારી બાબતે વાતો કરી રહ્યા છે. કેટલીક વખત હું કમેન્ટ જોઉ છું અને ઇગ્નોર કરી દઉં છું.

પૃથ્વી શૉએ કહ્યું કે, મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. જે લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે. તે મારા માટે મહત્ત્વ ધરાવતું નથી. હું માત્ર પોતાને જોઉ છું અને ખેલાડી તરીકે પોતાનામાં સુધાર કરવાનો પ્રયત્ન કરું છું. જો પૃથ્વી શૉની ઇનિંગની વાત કરીએ તો તેણે મુંબઇ માટે રમતા આસામ વિરુદ્ધ 379 રન બનાવ્યા. આ રન 383 બૉલમાં આવ્યા. આ દરમિયાન તેમણે 49 ફોર અને 4 સિક્સ પણ લગાવ્યા. એટલે કે ટેસ્ટ મેચવાળી  મેચમાં પણ વન-ડેની જેમ રમી રહ્યો હતો. પૃથ્વી શૉએ છેલ્લી મેચ વર્ષ 2021માં રમી હતી અને હવે તે વાપસીની રાહ જોઇ રહ્યો છે.

મુંબઇના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ રણજી ટ્રોફી ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. આ પહેલા ભાઉસહેબ નિંબલકર, જેણે મહારાષ્ટ્ર તરફથી રમત કાઠિયાવાડ વિરુદ્ધ ડિસેમ્બર 1948માં 443 રન બનાવ્યા હતા. અત્યારે પણ રણજી ટ્રોફીમાં સર્વોચ્ચ અંગત સ્કોર અને સર્વાધિક પ્રથમ શ્રેણી સ્કોર બનાવનારા ભારતીય ખેલાડીઓની લિસ્ટમાં ટોચ પર છે. પૃથ્વી શૉ હવે આ લિસ્ટમાં બીજા નંબર પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp