26th January selfie contest

વ્યક્તિ મેચ વચ્ચે મેદાનમાં ઘૂંટણીયે પડીને ગર્લફ્રેન્ડને કરવાનો હતો પ્રપોઝ, પછી..

PC: aajtak.in

એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે અજીબોગરીબ રીત શોધી કાઢી. તે સિક્યૉરિટીને તોડીને રમતના મેદાનમાં ઘૂસી ગયો. એ સમયે બેઝબોલ મેચ ચાલી રહી હતી. હજારો દર્શકો સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. મેદાન વચ્ચે વ્યક્તિએ ઘૂંટણીયે પડીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા લાગ્યો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને રિકાર્ડો જુઆરેજ નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યો છે.

તેમાં જુઆરેજને અમેરિકન લોસ એન્જિલસ સ્થિત Dodger Stadiumમાં પોતાની ગર્લફ્રેન્ડ રમોના સાવેદ્રાને પ્રપોઝ કરતા દેખાડવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સ્ટેડિયામાં બેઝ બૉલ મેચ રમાઈ રહી હોય છે. આ દરમિયાન જુઆરેજ દર્શકો વચ્ચેથી ઊઠીને મેદાનની અંદર ઘૂસી જાય છે. વચ્ચે મેદાનમાં તે ઘૂંટણીયે પડીને બેસે છે અને રિંગ કાઢીને મેચ જોવા આવેલી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા લાગ્યો.

 
 
 
View this post on Instagram

A post shared by Ricardo Juarez (@ricasushi)

ત્યારે જ સિક્યોરિટી ગાર્ડ હરકતમાં આવે છે અને દોડીને જુઆરેજને દબોચી લે છે. તેઓ તેને ઉઠાવીને મેદાન બહાર લઈ જાય છે. આ વીડિયો અત્યાર સુધી 1 કરોડ કરતા વધારે વખત જોવાઈ ચક્યો છે. લાખો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. કોઈએ કહ્યું કે, ગાર્ડે જુઆરેજને એટલી જોરથી ધક્કો મારવો જોઈતો નહોતો, તો કોઈએ કહ્યું કે આ ખેલાડીઓની સિક્યૉરિટીનો મામલો છે.

એક યુઝરે લખ્યું કે, પ્રપોઝલનો આઇડિયા શાનદાર હતો, પરંતુ રીત ખોટી. અન્ય એક યુઝરે તેને પબ્લિસિટી સ્ટંટ કરાર આપી દીધો. ત્રીજા એક યુઝરે લખ્યું કે, સારું થયું, ગર્લફ્રેન્ડે પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધું. અન્ય એક યુઝરે લખ્યું કે, લોકોએ એ બધુ કરતા બચવું જોઈએ. ત્યારબાદ જુઆરેજે ગર્લફ્રેન્ડ રમોના સાથે વધુ એક તસવીર પોસ્ટ કરી હતી. તેમાં તેણે જણાવ્યું કે, તેનું પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધું છે. સોશિયલ મીડિયા પર હવે તેમની જોડી ખૂબ લાઇમલાઇટ મેળવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp