આ ખેલાડીએ એકસાથે સચિન-રોહિતનો આ રેકોર્ડ તોડ્યો

PC: icc.com

સાઉથ આફ્રિકાના સલામી બેટ્સમેન ક્વિંટન ડી કૉકે વર્લ્ડ કપની બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારી. આ સદી કરવાની સાથે જ ક્વિંટને રેકોર્ડ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી. આ ખેલાડીએ વર્લ્ડ કપના આ સંસ્કરણમાં સૌથી વધારે સદી ફટકારનારા બેટ્સમેનોની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, સાથે જ તેણે સચિન તેંદુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

બાંગ્લાદેશ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાને શરૂઆતમાં બે ઝટકા લાગ્યા. હેંડ્રિક્સ 12 તો રાસી વૈન ડેર ડુસેન 1 રન બનાવી પેવેલિયન પાછા ફર્યા. પણ ત્યાર પછી સાઉથ આફ્રિકાને ક્વિંટન ડી કૉકે મેચમાં વાપસી કરાવી. આ ખેલાડીએ ત્યાર પછી એડન માર્કરામની સાથે મળીને ટીમની ઈનિંગને સંભાળી અને એક મોટો સ્કોર બનાવવા તરફ ટીમને લઇ ગયા. માર્કરમે 60 રન બનાવ્યા અને વિકેટ ગુમાવી. પણ ક્વિંટન ક્રીઝ પર અડગ રહ્યો અને તેણે 174 રનોની ઈનિંગ રમી. આની સાથે જ ક્વિંટને રેકોર્ડ્સની લડી લગાવી દીધી.

ક્વિંટન ડી કૉકે વર્લ્ડ કપના એક સંસ્કરણમાં સૌથી વધારે સદી ફટકારનારા બેટ્સમેનોની લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ લિસ્ટમાં તે સાતમાં સ્થાને છે. જ્યારે ભારતીય બેટ્સમેન રોહિત શર્મા આ લિસ્ટમાં ટોપ પર છે. તેણે 2019ના વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. તો 2023ના વર્લ્ડ કપમાં ડી કૉકે 3 સદી ફટકારી છે. લિસ્ટમાં બીજા સ્થાને કુમાર સંગાકારા છે. જેણે 2015માં 4 સદી ફટકારી હતી.

એક વર્લ્ડ કપ સંસ્કરણમાં સૌથી વધારે સદી

5 - રોહિત શર્મા (2019)

4 -કુમાર સંગાકારા (2015)

3 - માર્ક વૉ (1996)

3 - સૌરવ ગાંગુલી (2003)

3 - મૈથ્યૂ હૈડન (2007)

3 - ડેવિડ વોર્નર (2019)

3* - ક્વિંટન ડી કૉક (2023)

ક્વિંટન વર્લ્ડ કપના એક સંસ્કરણમાં 3 સદી ફટકારનારો પહેલા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા એક જ વર્લ્ડ કપમાં બે કે તેનાથી વધારે સદી ફટકારનારા એકમાત્ર અન્ય આફ્રિકન બેટ્સમેન એબી ડીવિલિયર્સ હતો. જેણે 2011માં બે સદી ફટકારી હતી.

સાઉથ આફ્રિકા માટે સૌથી વધારે વર્લ્ડ કપ સદી

4- એબી ડીવિલિયર્સ

3 - ક્વિંટન ડી કૉક

2 - હર્શલ ગીબ્સ

2- હાશિમ આમલા

2- ફાફ ડુ પ્લેસિસ

ડી કૉકની આ 20મી વનડે સદી હતી, તેની સાથે જ તેણે સૌથી ઓછી ઈનિંગ્સમાં 20 સદી બનાવનારા બેટ્સમેનોની લિસ્ટમાં પણ જગ્યા બનાવી લીધી છે. આ મામલામાં તેણે રોહિત અને સચિન જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ક્વિંટન ડી કૉકને 20મી વનડે સદી સુધી પહોંચવા માટે 150 ઈનિંગ્સ લાગી.

સૌથી ઓછી ઈનિંગ્સમાં 20 વનડે સદી ફટકારનારા બેટ્સમેનો

108- હાશિમ આમલા

133- વિરાટ કોહલી

142- ડેવિડ વોર્નર

150- ક્વિંટન ડી કૉક*

175- એબી ડીવિલિયર્સ

183- રોહિત શર્મા

195- રોસ ટેલર

197- સચિન તેંદુલકર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp