બાંગ્લાદેશ સામે ભારતને યાદગાર જીત અપાવ્યા બાદ અશ્વિને આપ્યું મોટું નિવેદન
રવિચંદ્રન અશ્વિને રવિવારે બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને 3 વિકેટથી જીત અપાવી. રવિચંદ્રન અશ્વિને નોટઆઉટ 42 રન બનાવ્યા અને શ્રેયસ ઐય્યર સાથે આઠમી વિકેટ માટે 71 રનની શાનદાર પાર્ટનરશિપ કરી. આ શાનદાર પ્રદર્શન માટે રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચ બાદ રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, તે ટીમમાં યોગદાન આપવા જરૂર માગે છે, પરંતુ તેનું લક્ષ્ય હતું કે પોતાની વિકેટ લડાઇ કર્યા વિના નહીં આપે.
રવિચંદ્ર અશ્વિને એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા કહ્યું કે, મારી કોઇ અન્ય બેટ્સમેન સાથે તુલના કરવી યોગ્ય નથી. એ બસ મારો દિવસ હતો. મેચ બાદ રવિચંદ્રન અશ્વિને શ્રેયસ ઐય્યરના ભરપેટ વખાણ કર્યા હતા. તેણે પ્રસારણકર્તા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે આ મેચોમાંથી એક હતી, જ્યાં અમે રમત પૂરી કરી શકતા હતા. અહીં મેચ હાથમાંથી છટકી જવાનો પણ ડર હતો. શ્રેયસ ઐય્યરે શાનદાર બેટિંગ કરી. ક્યારેય એ પરિસ્થિતિમાં તમને અનુભવ થાય છે કે તમારે વસ્તુઓથી આગળ રહેવું છે. તેમણે સારી લાઇન પર બોલિંગ કરી અને મારું માનવું છે કે અમે પોતાના ડિફેન્સ પર જરૂરી ભરોસો ન કર્યો.
રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, શ્રેયસ ઐય્યરે જે પ્રકારે બેટિંગ કરી તે કમાલ રહી. રવિચંદ્રન અશ્વિને ભારતના છેલ્લા કેટલાક સમયમાં બેટથી મહત્ત્વના અવસરો પર જીત અપાવી છે. તેણે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ખૂબ જ તણાવપૂર્ણ મેચમાં વિજયી રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ વિરુદ્ધ પણ રવિચંદ્રન અશ્વિને શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. ભારતના અનુભવી સ્ટાર ક્રિકેટરે કહ્યું કે, મને લડાઇ કર્યા વિના જવું સારું લાગતું નથી. 9 વર્ષની ઉંમરમાં જ મેં હંમેશાં પોતાની જાતને મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાખ્યો છે. તો હું રોજ પ્રયત્ન કરું છું કે લડાઇ કરું. બે અવસર રહ્યા, જ્યાં મેં યોગ્ય દિશામાં કામ કરીને ટીમને જીત અપાવી.
ભારતીય કેપ્ટન કે.એલ. રાહુલે કહ્યું કે, જ્યારે બેટ્સમેન મુશ્કેલ પીચ પર રમી રહ્યા હતા તો ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ રવિચંદ્રન અશ્વિને ખુલાસો કર્યો કે, તેને ચિંતાનો કોઇ અંદાજો નહોતો કેમ કે તેને વિશ્વાસ હતો કે વસ્તુ નિયંત્રણમાં છે. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, હું બેટિંગ પર જવા પહેલા ડ્રેસિંગ રૂમ બહાર બેઠો હતો, તો મને ખબર નથી કે અંદર શું થઇ રહ્યું હતું. હું અન્ય લોકોને બેટિંગ કરતી વખત જોઇને ગભરાયેલો હોઉ છું, પરંતુ જ્યારે મારા હાથમાં બૉલ અને બેટ હોય છે તો મારું હંમેશાં માનવું છે કે હું વસ્તુઓને નિયંત્રિત કરી શકું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp