GTના ઓલરાઉન્ડરે જણાવ્યું-કેમ મેદાન પર નેતૃત્વમાં સમાન દેખાય ધોની અને પંડ્યા

PC: BCCI

ગુજરાત ટાઈટન્સ (GT)ના સ્પિનર આર. સાઇ કિશોરને લાગે છે કે તેની ફ્રેન્ચાઇઝીના કેપ્ટન હાર્દિક પંડ્યાની નેતૃત્વની ક્ષમતા મહેન્દ્ર સિંહ ધોનીની જેમ છે. સાઇ કિશોર ગુજરાતની ટીમ સાથે જોડાવા અગાઉ વર્ષો સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે હતો. આ પ્રકારે બંને ખેલાડીઓને કેપ્ટન તરીકે જોઈ ચૂક્યો છે. સાઈ કિશોરે શુક્રવારે અહી વર્ચુઅલ સેશન દરમિયાન મીડિયાને કહ્યું કે, હાર્દિક પંડ્યા અને માહી ભાઈ જે પ્રકારે વસ્તુઓને કરે છે, તેમની રીત લગભગ સમાન જ છે, સાથે બંને ખૂબ જ શાંત રહે છે.

તેણે કહ્યું કે, હું હાર્દિક પંડ્યાની એક કુશળતાનો ફેન છું અને તે એ છે કે, સફળતા અને નિષ્ફળતા બંનેને સારી રીતે સંભાળે છે, એ ખૂબ જ અનોખી વસ્તુ છે. તે ખૂબ જ સંતુલિત છે, તે તેના માટે અસરકારક છે. ગુજરાત ટાઈટન્સને સફળ થવા માટે પોતાની પહેલી સીઝનના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે, જેણે પોતાની ડેબ્યૂ સીઝનમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી પોતાના નામે કરી હતી. અમે ગત ચેમ્પિયન છીએ અને અમારા પર નિર્ભર કરે છે કે અમે તેને યથાવત રાખીએ છીએ કે નહીં.

સાઇ કિશોર કહ્યું કે, ગત વખતે અમે સારું રમ્યા હતા એટલે જીત્યા હતા. મને લાગે છે કે જો અમે એમ કરીએ છીએ તો એ મહત્ત્વ નહીં રાખે. IPLમાં ઇમ્પેક્ટ ખેલાડીના નવા નિયમનો ફાયદો ઘરેલુ સર્કિટની જગ્યાએ IPLમાં મળશે. એ સુપર સબ-નિયમની જેમ છે જેમાં આપણે અથવા તો એક બોલરને કે પછી એક બેટ્સમેનનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે ઘરેલુ સર્કિટમાં તે 14 ઓવર સુધી જ થઈ શકે છે.

IPL 2023 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, રાહુલ તેવતિયા, બી. સાઇ સુદર્શન, દર્શન નાલકંડે, જયંત યાદવ, મોહમ્મદ શમી, પ્રદીપ સાંગવાન, આર. સાઇ કિશોર, શુભમન ગિલ, વિજય શંકર, યશ દયાલ, અલ્જારી જોસેફ, ડેવિડ મિલર, મેથ્યૂ વેડ, નૂર અહમદ, રાશિદ ખાન, શિવમ માવી, કેન વિલિયમ્સન, કે.એસ. ભરત, ઓડિયન સ્મિથ, મોહિત શર્મા, ઉર્વિત પટેલ, જોશુઆ લિટિલ.

IPL 2023 માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, ડ્વેન પ્રિટોરિયસ, મહિષ તીક્ષ્ણા, પ્રશાંત સોલંકી, દીપક ચાહર, મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, રાજવર્ધન હેંગરગેકર, મિચેલ સેન્ટનર, મહિષ પથિરાના, સુભ્રાન્શું સેનાપતિ, બેન સ્ટોક્સ, કાઈલ જેમિસન, શેખ રાશિદ, અજય મંડલ, ભગત વર્મા, નિશાંત સંધુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp