દ્રવિડે આ ખેલાડીના વખાણ કરતા કહ્યું- બધા પ્લેયર્સ તેનું સન્માન કરે છે

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી માત્ર ભારતીય ટીમ જ અજેય રહી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ વર્લ્ડ કપની ટ્રોફી જીતવાથી માત્ર 2 પગલાં દૂર છે. ટૂર્નામેન્ટમાં ટીમના શાનદાર પ્રદર્શન પાછળ કેપ્ટન રોહિત શર્માનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેણે ઇવેન્ટમાં શાનદાર કેપ્ટન્સી સાથે ખેલાડી તરીકે પણ લાજવાબ પ્રદર્શન દેખાડ્યું છે.
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રોહિત શર્માના ભરપેટ વખાણ કરતા નજરે પડી રહ્યા છે. રવિવારે થનારી મેચ અગાઉ શનિવારની સાંજે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ક્રિકેટર અને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને ટૂર્નામેન્ટમાં રોહિત શર્માના યોગદાનને લઈને સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં દ્રવિડે કહ્યું કે, એક લીડર તરીકે મેદાનની અંદર અને બહાર તેમણે બાકી ખેલાડીઓ માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે.
જે પ્રકારે તેણે ઘણી મહત્ત્વની મેચોમાં ભારતીય ટીમને શરૂઆત અપાવી, તેનાથી બાકી ખેલાડીઓ માટે કામ ખૂબ સરળ થઈ ગયું હતું. એ જોવામાં સરળ લાગે છે, પરંતુ કોચિંગ સ્ટાફ તરીકે જ્યારે અમે તેની બાબતે ગંભીરતાથી જોઈએ છીએ, તો ખબર પડે છે કે તેની ઈનિંગ્સ કેટલી અસરકારક રહી છે. અત્યાર સુધી ખેલાડી અને લીડર તરીકે જબરદસ્ત રહ્યો છે અને તેણે દરેક અવસર પર આગળ રહીને આખી ટીમનું નેતૃત્વ કર્યું છે. દ્રવિડે આ દરમિયાન રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને પણ વાત કરી.
તેમણે કહ્યું કે, રોહિત શર્માનું કેપ્ટન તરીકે છેલ્લા કેટલાક સમયથી રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે, જે પ્રકારે બધા ખેલાડી અને કોચિંગ સ્ટાફ મેમ્બર્સ તેનું સન્માન કરે છે, એ મામલે ખૂબ સારો અનુભવ છે. રોહિત પોતાની જિંદગીમાં જે પણ સફળતા હાંસલ કરી રહ્યો છે તે તેનો સાચો હકદાર છે. મને વિશ્વાસ છે કે તે એવી જ રીતે ચાલુ રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp