વર્લ્ડ કપ પહેલા દ્રવિડ કરશે ટીમમાં ફેરફાર? ધોનીની ટીમના આ ખેલાડીને મળી શકે છે તક

PC: Cricket.com

વેસ્ટઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. ભારતે ટી20 સીરિઝ 2-3થી ગુમાવી. આ પહેલા ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ 1-0થી તો વનડે સીરિઝ 2-1થી જીતી હતી. આવનારા ટી20 વર્લ્ડ કપમાં 10 મહિનાનો જ સમય બચ્યો છે. વર્લ્ડ કપ જૂન 2024માં વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે રમાશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે ટીમની બેટિંગને લઇ મોટી વાત કહી છે. સાથે જ તેણે મોટા ફેરફારના પણ સંકેત આપ્યા છે. દ્રવિડે કહ્યું કે જો તમે વેસ્ટઈન્ડિઝની બેટિંગ જુઓ તો અલ્ઝારી જોસેફ 11મા નંબરે આવે છે અને મોટા મોટા શોટ રમે છે. આપણી ટીમમાં આવો ખેલાડી નથી.

ટી20 સીરિઝ પછી મીડિયા સાથેની વાતમાં દ્રવિડે કહ્યું કે, નીચલા બેટિંગ ઓર્ડરમાં સારા બેટરને લઇ અમારી સામે મોટો ચેલેન્જ છે. આના પર અમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. 10 મહિનાની અંદર અમારે વર્લ્ડ કપ રમવાનો છે. પણ આ પ્રકારની તૈયારીની સાથે અમે ટૂર્નામેન્ટમાં ઉતરી શકીએ નહીં. નંબર 8 અને નંબર 9 સુધી અમને એવા ખેલાડીઓની જરૂર છે જેઓ બોલને હિટ કરી શકે. એવામાં બોલરોએ પોતાની બેટિંગ વધારે સારી કરવી પડશે. આ વાત કરતા દ્રવિડે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા શિવમ દુબેનો ઉલ્લેખ કર્યો છે. તેણે દુબેને તૈયાર કરવાની વાત કહી છે. તે મોટા શોટ રમવા માટે જાણીતો છે. આ કારણે શિવમ દુબેને ખલી પણ કહેવામાં આવે છે.

3 ખેલાડીઓ પર ધ્યાન આપવાની જરૂર

દ્રવિડે કહ્યું કે, નિચલા ક્રમના ખેલાડીઓમાં ચોગ્ગા અને છગ્ગા મારવાની ક્ષમતા હોવી જરૂરી છે. અમારે આવા ખેલાડીઓ પર ધ્યાન આપવાની જરૂર છે, જે બેટિંગ અને બોલિંગ બંને કરી શકે. મારા દિમાગમાં શિવમ દુબેનું નામ આવે છે. વેંકટેશ અય્યર અને વોશિંગટન સુંદર પણ. આ પ્રકારના ખેલાડીઓને આપણે તૈયાર કરવાની જરૂર છે.

3 યુવા ખેલાડીઓ કર્યા પ્રભાવિત

રાહુલ દ્રવિડ કહે છે કે, વેસ્ટઈન્ડિઝ સામેની ટી20 સીરિઝમાં યશસ્વી જેસવાલ, તિલક વર્મા અને ફાસ્ટ બોલર મુકેશ કુમારે પ્રભાવી પ્રદર્શન આપ્યું છે. તિલકે મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરી તો મુકેશે ડેથ ઓવરમાં પ્રભાવ પાડ્યો. આ સીરિઝમાં મળેલી હારથી દ્રવિડ નિરાશ જણાયો નહીં. તેણે કહ્યું કે, સીનિયર ખેલાડીઓને વનડે વર્લ્ડ કપને જોતા આરામ આપવામાં આવ્યો હતો. એશિયા કપ પણ સામો છે. આ સીરિઝથી યુવા ખેલાડીઓને શીખવાની તક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp