કે.એલ.રાહુલે કરી મોટી જાહેરાત, તેના ફેન્સ થયા ભાવૂક

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન અને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન લોકેશ રાહુલે પોતાને IPL 2023ની બાકીની મેચોમાંથી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બાહર કરી લીધો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ કરી આ જાણકારી આપી છે. લોકેશ રાહુલને લખનૌ વિરુદ્ધ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ તે છેલ્લાં નંબર પર બેટિંગ માટે આવ્યો હતો અને કોઈ રન બનાવી શક્યો ન હતો. હવે તે આશરે બે મહિના માટે ક્રિકેટથી દૂર થઈ ગયો છે. IPLમાંથી રાહુલનું બહાર થવુ પહેલાથી જ નક્કી થઈ ગયુ હતું પરંતુ, હવે તેણે એ જાણકારી આપી છે કે તે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ નહીં રમશે.

કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી. તેમા લખનૌ સુપર જાયન્ટ્સના તેના સાથી તેને મેદાનમાંથી બહાર લઈ જઈ રહ્યા છે. રાહુલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, મેડિકલ ટીમની સાથે સાવધાનીપૂર્વક વિચાર અને પરામર્શ કર્યા બાદ એ નિષ્કર્ષ નીકળ્યો છે કે તાત્કાલિક મારી જાંઘની સર્જરી થવાની છે. મારું ધ્યાન આવનારા અઠવાડિયાઓમાં પોતાના રિહેબિલિટેશન અને રિકવરી પર રહેશે. આ એક મુશ્કેલ નિર્ણય છે, પરંતુ મને ખબર છે કે સંપૂર્ણરીતે સાજા થવા માટે આ યોગ્ય છે.

રાહુલે આગળ લખ્યું, ટીમના કેપ્ટનના રૂપમાં મને આ મહત્ત્વપૂર્ણ સમય પર ત્યાં ના હોવાનું દુઃખ પહોંચ્યુ છે પરંતુ, મને વિશ્વાસ છે કે સાથી ખેલાડી હંમેશાંની જેમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. હું ટીમની દરેક મેચ જોઇશ અને તેમનો ઉત્સાહ વધારીશ. રાહુલે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાંથી પોતાને બહાર કરી લીધો છે. તેણે લખ્યું, એ વાતથી નિરાશ છું કે, હું આવતા મહિને ટીમ ઇન્ડિયા સાથે ઓવલમાં નહીં રહીશ. હું ટીમમાં પાછો આવવા અને પોતાના દેશ માટે રમવા માટે બધુ જ કરીશ. આ હંમેશાં મારી પ્રાથમિકતા રહી છે.

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટને લખ્યું, લખનૌ સુપર જાયન્ટ્સ પ્રબંધન, BCCI અને મારા સાથી ખેલાડીઓનો મુશ્કેલ સમયમાં સમર્થન બદલ આભાર. હું તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમારું પ્રોત્સાહન અને સંદેશ મારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને મને પહેલા કરતા પણ વધુ મજબૂતરીતે પાછા આવવા માટે પ્રેરિત કરે છે. હું પોતાની રિકવરીને લઇને અપડેટ આપતો રહીશ અને વહેલામાં વહેલીતકે મેદાન પર પાછો આવવાની આશા કરું છું.

રાહુલે લખ્યું, છેલ્લાં કેટલાક દિવસ વાસ્તવમાં મુશ્કેલ રહ્યા છે પરંતુ, હું ટોચ પર આવવા માટે દ્રઢ છું. ઈજા થવી ક્યારેય સરળ નથી હોતી પરંતુ, હું હંમેશાંની જેમ તેમા પોતાનું બધુ જ સમર્પિત કરી દઇશ. સમર્થન અને શુભકામનાઓ બદલ આભાર.

લોકેશ રાહુલ IPL 2023માં સારા લયમાં હતો. તેણે લખનો સુપર જાયન્ટ્સ માટે નવ ઇનિંગ્સમાં 34.25ની સરેરાશથી 113.22ની સ્ટ્રાઇક રેટથી 274 રન બનાવ્યા. જોકે, તેનો સ્ટ્રાઇક રેટ જરૂર ચર્ચામાં રહ્યો. લખનૌ માટે ઇનિંગની શરૂઆત કરતા તેનો સ્ટ્રાઇક રેટ 150ની આસપાસ રહી શકતો હતો. જોકે, IPL માં છેલ્લી કેટલીક સિઝનમાં તેણે ધીમી બેટિંગ કરી છે. હવે રાહુલની જગ્યાએ ક્રુણાલ પંડ્યાને લખનૌની કમાન સોંપવામાં આવી છે. લખનૌની ટીમે હાલ 10 મેચોમાંથી પાંચ જીતી છે અને એક ડ્રો સાથે પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે અને પ્લેઓફમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે.

 
 
 
View this post on Instagram

A post shared by KL Rahul? (@klrahul)

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી રાહુલના બહાર થયા બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં શ્રીકર ભરતનું રમવુ નક્કી છે. ભરત વિકેટકીપર તરીકે પ્લેઇંગ 11નો હિસ્સો હશે. પહેલા આ જવાબદારી રાહુલને આપવામાં આવી શકતી હતી. ઇંગ્લેન્ડમાં રાહુલનું પ્રદર્શન સારું રહ્યું છે. અગાઉના પ્રવાસ પર પણ તેણે સારી ઇનિંગ્સ રમી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.