બકરીઓ ચરાવતી છોકરી બોલરોને છોડાવે છે પરસેવો, પહેરવા બુટ પણ નથી

PC: bhaskar.com

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને કીર્તિમાન રચ્યો છે. સોમવારે વુમન પ્રીમિયર લીગનું ઓક્શન પણ થયું. આ દરમિયાન રાજસ્થાનની એક 14 વર્ષીય છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં છોકરી ક્રિકેટર સૂર્યકુમાર યાદવની જેમ ચોગ્ગા અને છગ્ગા મારતી નજરે પડે છે. વીડિયો બાડમેર જિલ્લાના શિવ શેરપુરા કાનાસર ગામનો છે. તેને લઈને એક અખબારની ટીમ ગામમાં પહોંચી. ચોગ્ગા અને છગ્ગા લગાવી રહેલી 14 વર્ષીય છોકરીનું નામ મૂમલ મેર છે. આઠમા ધોરણમાં ભણે છે.

પિતા મઠાર ખાન ખેડૂત છે. ઘરની હાલત ખૂબ ખરાબ છે. રમવા માટે બૂટ પણ નથી. મકાન તો પાકું છે, પરંતુ અધૂરું બનેલું છે. પરિવારની એટલી આવક પણ નથી કે દીકરીને ક્રિકેટની યોગ્ય ટ્રેનિંગ અપાવી શકે. હાલમાં શાળાના જ શિક્ષક રોશન ખાન, મૂમલના કોચ છે. જે તેને ક્રિકેટની સૂક્ષ્મતા બાબતે બતાવે છે રોજ ત્રણથી ચાર કલાક પ્રેક્ટિસ કરાવે છે. મૂમલ ઘરના કામોમાં પણ મદદ કરે છે. બકરીઓ ચરાવવી પડે છે. માતાને પણ મદદ કરવી પડે છે.

મૂમલ કહે છે કે, હું ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવની બેટિંગ જોઉ છું. તેને જોઈને લાંબા-લાંબા શૉટ લગાવવાનો પ્રયત્ન કરું છું. રોજ 3-4 કલાક રમું છું. મને રોશનભાઈ પ્રેક્ટિસ કરાવે છે. હાલમાં જ ગ્રામીણ ઓલિમ્પિકમાં ગ્રામ પંચાયતથી જિલ્લા સ્તર સુધી રમી. ફાઇનલની જોરદાર મેચમાં અમારી ટીમ હારી ગઈ. અમારા ગામની ક્રિકેટર અનિસા છે, જે મારી પિતરાઇ બહેન છે. મને ક્રિકેટ ટિપ્સ આપે છે. અનિસા અને હું ગ્રામીણ ઓલિમ્પિકમાં સાથે રમી છે. જ્યારે પણ ચાંસ મળે છે, ત્યારે શાળા બહાર રમતના મેદાનમાં રમું છું.

ક્રિકેટ માટે એટલો પ્રેમ છે કે તે છોકરાઓ સાથે રમે છે. મૂમલે કહ્યું કે, હું 9 વર્ષની હતી, ત્યારે હું અનિસા સાથે ક્રિકેટ રમતી હતી, જ્યારે અનિસાનું અંડર-19 રાજસ્થાન ટીમમાં સિલેક્શન થયું તો મારી રુચિ વધી ગઈ. સૂર્યકુમાર યાદવને બેટિંગ કરતો જોયો તો ગામના બાળકો સાથે સાથે બેટ-બૉલ લઈને તેની જેમ રમવાનો પ્રયત્ન કરું છું. નાની-મોટી ઇજા થઈ હતી, પરંતુ મારા ઝનૂન આગળ ઇજા એકદમ નાની હતી. મૂમલની શાળાના શિક્ષક અને કોચ રોશન ખાને જણાવ્યું કે, મૂમલની રમતનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

મૂમલના વીડિયોને દરેક સોશિયલ સાઇટ્સ પર પોસ્ટ કરી રહ્યું છે. હવે બની શકે કે મૂમલને આગળ કોઈ પ્લેટફોર્મ પર જગ્યા પણ મળી જાય. તેને આગળ રમવાનો ચાંસ આપવો જોઈએ. ઘરની સ્થિતિ એટલી સારી નથી. થોડો સપોર્ટ મળી જશે તો ભરત સુધી રમી લેશે. ગામ સાથે આખા દેશનું નામ રોશન કરશે. મૂમલ સવારે 8-9 વાગ્યા સુધી અને સાંજે 4-6 વાગ્યા સુધી ક્રિકેટ પ્રેક્ટિસ કરે છે. ગ્રામીણ ઓલિમ્પિકમાં મૂમલનું સારું પ્રદર્શન રહ્યું હતું. સેમીફાઇનલ મેચમાં 25 રન બનાવીને નોટઆઉટ રહી હતી. 4 મેચમાં 7 વિકેટ પણ લીધી હતી. બે કેચ પકડ્યા હતા. ફિલ્ડિંગમાં ઘણા બધા રન બચવ્યા. ફાઇનલ મેચમાં અમે બાયતું સામે હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp