26th January selfie contest

માઇકલ વૉને જણાવ્યું કોણ જીતશે IPL 2023ની ટ્રોફી

PC: skysports.com

31 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત થઈ ગઈ છે. IPLની 16મી સીઝનની શરૂઆત થતા જ ક્રિકેટ પંડિતો અને એક્સપર્ટ્સે વિજેતા ટીમ બાબતે પોતાની ભવિષ્યવાણી શરૂ કરી દીધી છે. 3 વર્ષ બાદ IPL જૂના અંદાજમાં ફરી છે. જો કે, પહેલાંની જેમ બધી ટીમો સાથે 2-22 મેચ રમવાની નથી, પરંતુ અડધી પોતાના ઘરે અને બહાર અડધી અડધી મેચ રમવાની છે. એવામાં 3 વર્ષ બાદ ક્રિકેટ ફેન્સને પોતાની હોમ ટીમને પોતાના ઘરમાં જોવાનો ચાન્સ મળશે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમ પહેલી વખત પોતાના ઘરમાં રમી રહી છે, તો ઘણા એવા વેન્યૂ છે જ્યાં ટીમ ન હોવા છતા પહેલી વખત IPL મેચ રમાશે. આ રોમાન્ચક લીગ બાબતે આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. એવામાં ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે આ સીઝન બાબતે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને જણાવ્યું કે આ સીઝનમાં IPL ટ્રોફી કઈ ટીમ જીતશે. ઉદ્દઘાટન મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામસામે થઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ગુજરાત ટાઈટન્સે 5 વિકેટે હરાવી દીધી હતી.

માઇકલ વૉનના જણાવ્યા મુજબ, આ વખત બંનેમાંથી કોઈ પણ ટીમ IPLની ટ્રોફી નહીં જીતી શકે. માઇકલ વૉને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પણ દાવેદાર બતાવી નથી. માઇકલ વૉન મુજબ આ વખત રાજસ્થાન રોયલ્સ (RR) IPL ટ્રોફી જીતી શકે છે. અમદાવાદમાં રમાયેલી ઉદ્દઘાટન મેચ અગાઉ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘મને લાગે છે કે રાજસ્થાન રોયલ્સ આ વર્ષે ટ્રોફી જીતી રહી છે, તે મેના અંતમાં ટ્રોફી ઉઠાવશે.’

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સે પહેલી વખત શેન વોર્નની કેપ્ટન્સીમાં વર્ષ 2008 એટલે કે શરૂઆતી સીઝનમાં ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમ ગત સીઝનમાં ફાઇનલમાં પહોંચી હતી અને ગુજરાત ટાઈટન્સ સામે ફાઇનલ મેચમાં હારી ગઈ હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ ટીમને ટ્રોફી જીતાડી શક્યો નહોતો. સંજુ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સ 2 એપ્રિલ એટલે કે આજે IPL 2023ના અભિયાનની શરૂઆત કરશે. તેનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp