ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે રમવાની ના પાડતા રાશિદ ખાને આપી નાખી ધમકી

PC: crickettimes.com

અફઘાનિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝ લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલિયન એક નિર્મમ નિર્ણયએ ક્રિકેટ જગતમાં નવો હોબાળો શરૂ થઇ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં આયોજિત થનારી વન-ડે સીરિઝ રદ્દ કરી દીધી છે. ત્યારબાદ હવે અફઘાની ખેલાડીઓએ બળવાખોર વલણ અપનાવી લીધા છે. અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન અને નવીન ઉલ-હક જેવા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાને ખુલ્લેઆમ ધમકી આપી નાખી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી નિરાશ રાશિદ ખાને સ્પષ્ટ કહી દીધું છે કે, તે બિગ બેશ લીગ (BBL) રમવા પર વિચાર કરશે. રાશિદ ખાને ટ્વીટ કરીને લખ્યું કે, ‘ક્રિકેટ જ આ દેશ માટે એકમાત્ર આશા છે. આ રમતને રાજનીતિથી દૂર રાખો. રાશિદ ખાને પોતાની એક નોટમાં લખ્યું કે, ‘હું ઓસ્ટ્રેલિયા દ્વારા લેવાયેલા નિર્ણયથી ખૂબ નિરાશ છું. મને ગર્વ અનુભવ થતો કે હું પોતાનું પ્રતિનિધિત્વ કરતો અને વિશ્વ સ્તર પર અફઘાનિસ્તાનનું નામ રોશન કરતો, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણયે અમને પાછળ ધકેલી દીધા છે.’

રાશિદ ખાને આગળ કહ્યું કે, ‘જો ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાનમાં રમવાની પરેશાની છે તો હું તેને વધાકે નહીં વધારું. અમે બિગ બેશ લીગ રમવા પર વિચાર કરીશું.’ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 12 જાન્યુઆરીના રોજ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘તેઓ માર્ચ મહિનામાં થનારા અફઘાનિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝને રદ્દ કરી રહ્યા છે.’ બંને ટીમોએ યુનાઇટેડ અરબ અમીરાતમાં આ સીરિઝ રમવાની હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના કારણે લીધો છે.

સત્તા પરિવર્તન બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓના ક્રિકેટ રમવા પર બેન લગાવી દીધો છે. એ સિવાય સાર્વજનિક પાર્કમાં ફરવા, જિમ જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, આખી દુનિયામાં મહિલાઓ અને પુરુષ ક્રિકેટને સમાન રૂપે વધારવા માટે પ્રતિબંધ છે. એવામાં જે પણ દેશ પોતાને ત્યાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન નહીં આપે. તેની સાથે તે ક્રિકેટ નહીં રમે. માત્ર રાશિદ ખાન જ નહીં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી અફઘાનિસ્તાનનો ફાસ્ટ બોલર નવીન-ઉલ હક પણ ખૂબ નિરાશ છે.

તેણે પોતાની સખત પ્રતિક્રિયા આપતા બિગ બેશ લીગમાંથી હટવાનો નિર્ણય લીધો છે. નવીન-ઉલ હકે ટ્વીટ કરીને લખ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે આપણે બિગ બેશ લીગમાં રમવા માટે ના પાડીએ, ત્યાં સુધી કે આ પ્રકારની તોછડી હરકત બંધ નહીં કરે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp