‘ભારતને હરાવવાનો શાનદાર અવસર’,પાકિસ્તાની ખેલાડીએ બતાવી શું છે ભારતીય ટીમની નબળાઇ

PC: businesstoday.in

એશિયા કપ શરૂ થવામાં હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બચ્યા છે. બધી 6 ટીમો આ ટૂર્નામેન્ટ માટે તૈયાર છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશની ટીમો આ વખત એશિયા કપ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હિસ્સો લઈ રહી છે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી મિડલ ઓર્ડર બેટ્સમેન માટે સંઘર્ષ કરી રહી છે. તેને લઈને પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેનનું માનવું છે કે, પાકિસ્તાન પાસે આ વખત એશિયા કપમાં ભારતને હરાવવાનો સારો અવસર છે.

ભારતીય ટીમનો મજબૂત પક્ષ હંમેશાં બેટિંગ રહ્યો છે, પરંતુ આ વખત ઘણા ખેલાડી ઇજાગ્રસ્ત હોવાથી થોડી નબળી નજરે પડી રહી છે. જો કે, શ્રેયસ ઐય્યર અને કે.એલ. રાહુલનું પુનરાગમન થઈ ચૂક્યું છે, પરંતુ બંનેએ ખૂબ લાંબા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી નથી. એશિયા કપ 2023માં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સાથે જ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મેચમાં પાકિસ્તાનની બોલિંગ અને ભારતની બેટિંગ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

જો કે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતિફને લાગે છે કે આ વખત ભારતીય ટીમને હરાવવાનો પાકિસ્તાન પાસે સારો અવસર છે. તેમણે કહ્યું કે, પાવરપ્લે દરમિયાન આપણાં બેટ્સમેન થોડી ધીમી બેટિંગ કરે છે. આપણી પાસે ડેથ ઓવરો માટે પાવર હીટર નથી. જો કે, આપણું પાવરપ્લેમાં બૉલ સાથે સારું પ્રદર્શન થઈ રહ્યું છે. 11મી થી લઈને 40મી ઓવરો વચ્ચે આપણે થોડા સંઘર્ષ કરી રહ્યા છીએ, આપણાં સ્પિનર વચ્ચેની ઓવરોમાં વિકેટ લઈ શક્યા નથી. પછી તે શાદાબ ખાન હોય કે મોહમ્મદ નવાઝ.’

રાશિદ લતિફે ભારતીય બોલરો વચ્ચે ઓવરોમાં પ્રદર્શનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ભારત વચ્ચેની ઓવરોમાં ખૂબ મજબૂત છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી મોટી ઇનિંગ રમવામાં સક્ષમ છે અને તેઓ આપણાં ઉચ્ચ ક્રમના બેટ્સમેનોની તુલનામાં સારી સ્ટ્રાઈક રેટથી રમે છે. જેથી ભારતને ફાયદો મળે છે. જો કે, પાકિસ્તાન પાસે સારો અવસર છે. આપણી પાસે ખૂબ શક્તિશાળી ફાસ્ટ બોલિંગ આક્રમણ છે. જો કે, ટર્નિંગ પીચ પર તે બેઅસર થઈ જાય છે. બેટિંગની વાત કરીએ તો ઈમામ-ઉલ હક, ફખર જમાન અને બાબર આઝમનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. પછી શાહીન આફ્રિદી, હારિસ રઉફ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ છે.

એશિયા કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન),  વિરાટ કોહલી, શુભમન ગિલ, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શર્દૂલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ વિકેટકીપર).

એશિયા કપ માટે પાકિસ્તાની ટીમ:

બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર જમાન, ઈમામ-ઉલ હક, સલમાન આગા, ઈફ્તિખાર અહમદ, તૈયાબ તાહિર, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હારીસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસિમ શાહ અને શાહીન આફ્રિદી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp