સૂર્યકુમાર નહીં પણ રાશિદ 'પ્લેયર ઓફ ધ મેચ'નો હકદાર,પૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલ

PC: news4social.com

મુંબઈ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 103 રનની તોફાની ઇનિંગ રમી હતી, આ IPLમાં સૂર્યાની પ્રથમ સદી હતી. સૂર્યાની ઈનિંગના આધારે મુંબઈએ 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા. પરંતુ ત્યાર પછી રાશિદ ખાને પોતાના બેટથી ચમત્કાર કરીને સૂર્યાની ઇનિંગ્સને ફિક્કી બનાવી દીધી હતી. મેચમાં રાશિદે માત્ર 32 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા. રાશિદની ઈનિંગમાં સૌથી મહત્વની વાત એ હતી કે, તેણે 10 સિક્સર ફટકારી હતી. એક સમયે ગુજરાત મોટા અંતરથી મેચ હારી જવાની નજીક હતું, પરંતુ રાશિદે 32 બોલમાં 79 રન ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સના આખા સમીકરણ પર પાણી ફેરવી નાખ્યું હતું. 

જો કે, મુંબઈ આ મેચ 27 રને જીતવામાં સફળ થયું અને સૂર્યાને તેની તોફાની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. પરંતુ પૂર્વ ભારતીય બોલર R. P. સિંહ (રૂદ્ર પ્રતાપ સિંહ) સૂર્યા પ્લેયર ઓફ ધ મેચ બનવાને કારણે થોડો નિરાશ થયો છે. વાસ્તવમાં, જિયો ચેનલ પર ટિપ્પણી કરવા માટે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ મેચમાં 'પ્લેયર ઓફ દી મેચ'નો અસલી હકદાર ખેલાડી કોણ હોવો જોઈએ, તો R.P. સિંહે જવાબ આપ્યો, 'મારા મતે, રાશિદને પ્લેયર ઓફ ધ મેચ હોવું જોઈએ.' તેણે બોલિંગ દરમિયાન પણ 4 વિકેટ લીધી છે અને હવે બેટ વડે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું છે. આવી સ્થિતિમાં આવી બેટિંગ કરવી મુશ્કેલ છે. રાશિદે તે કરી બતાવ્યું છે, મારા મતે રાશિદ 'પ્લેયર ઓફ ધ મેચ' છે.' 

અહીં તમને જણાવી દઈએ કે, મેચમાં સૂર્યાએ 49 બોલમાં 103 રનની અણનમ ઇનિંગ રમી હતી જેમાં 11 ફોર અને 6 સિક્સ સામેલ હતી. મુંબઈની ટીમે મેચ જીતી લીધી, જેના કારણે સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. 

જ્યારે સૂર્ય વિસ્ફોટક સદીની સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો. ત્યારે રાશિદ ખાન બોલ વડે મુંબઈના બાકીના બેટ્સમેનોની કમર તોડી રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ લીધી હતી. જો મામલો આટલા સુધી સીમિત હોત તો સૂર્યકુમાર જ પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડનો હકદાર હોત. 

પરંતુ આ પછી રાશિદ ખાને બેટથી પણ ઝંઝાવાત ફેલાવી દીધો, મુંબઈ તરફથી મળેલા 219 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતના ખેલાડી રાશિદ ખાનની તોફાની બેટિંગ જોવા મળી હતી. તેણે માત્ર 32 બોલમાં 10 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 79 રન ફટકાર્યા હતા. રાશિદના આ ધડાકા પછી પણ મુંબઈએ નિશ્ચિતપણે 27 રનથી મેચ જીતી લીધી, પરંતુ અફઘાનિસ્તાનના આ ખેલાડીએ સૌના દિલ જીતી લીધા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp