શાસ્ત્રીની ભવિષ્યવાણી, ધોનીની CSK નહીં પરંતુ આ ટીમ બનશે IPL 2023ની ચેમ્પિયન

IPL 2023 હાલ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વળાંક પર છે. એક તરફ બધી ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે લડી રહી છે ત્યાં રવિ શાસ્ત્રીએ આ સિઝનની ચેમ્પિયન ટીમ અંગે ભવિષ્યવાણી કરી દીધી છે. IPL ની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની બાદશાહત આ સિઝનમાં પણ કાયમ છે. તેમજ, સંજૂ સેમસનની આગેવાનીમાં રાજસ્થાનની ટીમ પણ શાનદાર પરફોર્મન્સ કરી રહી છે. આ સિઝન પ્લેઓફની રેસમાં બંને ટીમો ખૂબ જ આગળ ચાલી રહી છે. પ્લેઓફની શરૂઆત પહેલા જ ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં સારું પરફોર્મન્સ આપી રહેલી ગુજરાતની ટીમને લઇને એક ભવિષ્યવાણી કરી દીધી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું, આ સિઝનમાં પણ શક્ય છે કે, ગુજરાત ટાઇટન્સ જ IPL 2023ની વિજેતા ટીમ બનીને ઉભરે.

સ્ટાર સ્પોર્ટ્સના પ્રોગ્રામ ક્રિકેટ લાઇવ પર બોલતા રવિ શાસ્ત્રીએ કહ્યું, હાલના ફોર્મ અને ટીમમાં હાલના ખેલાડીઓના પરફોર્મન્સને જોતા મને વિશ્વાસ છે કે, ગુજરાત આ સિઝનમાં પણ ટ્રોફી પોતાના નામે કરી શકે છે. ટીમમાં નિરંતરતા અને ફ્લેક્સિબિલિટી છે. તેમજ સાત-આઠ ખેલાડી, સતત સારું પરફોર્મન્સ કરી રહ્યા છે.

આ ઉપરાંત, રવિ શાસ્ત્રીએ સંજૂ સેમસનની કેપ્ટનશિપના પણ ખૂબ જ વખાણ કર્યા. સંજૂ સેમસન એક કેપ્ટનના રૂપમાં પરિપક્વ થઈ ગયો છે. તે પોતાના સ્પિનરોનો ખૂબ જ સારો ઉપયોગ કરે છે. માત્ર એક સારો કેપ્ટન જ ત્રણ સ્પિનરોની સાથે રમી શકે છે અને તેનો સ્માર્ટરીતે ઉપયોગ કરી શકે છે.

ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કોલકાતાના બોલર વરૂણ ચક્રવર્તીના વખાણ કર્યા છે. સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ લાઇવ પર વાત કરતા હરભજન સિંહે કહ્યું, વરૂણ ચક્રવર્તીએ SRH વિરુદ્ધ તમામ ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી. તેણે પોતાનો કોણ બદલ્યો અને છેલ્લાં ઓવરમાં 8 રનોનો બચાવ કરવા માટે આત્મવિશ્વાસ બતાવ્યો. તે નીતિશ રાણાની સારી કેપ્ટનશિપ હતી. જણાવી દઈએ કે, કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રિંકૂ સિંહે 35 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી.

IPL પોઇન્ટ્સ ટેબલની વાત કરવામાં આવે તો ગુજરાત 9 મેચોમાંથી 6 મેચ જીતીને પહેલા નંબર પર છે. બીજા નંબર પર લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ છે જેણે 10માંથી 5 મેચોમાં જીત મેળવીને બીજા નંબર પર સ્થાન મેળવ્યું છે. તેમજ, ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ હાલ પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત, રાજસ્થાન નંબર 4 પર છે. ગત સિઝનમાં પણ ગુજરાત પહેલીવાર IPL માં પહેલીવાર ઉતરી હતી અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. હવે આ સિઝનમાં પણ હાર્દિકની ટીમ કમાલની ગેમ રમી રહી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.