રવિ શાસ્ત્રીએ આ ખેલાડી માટે કહ્યું- એ સન્માન ન મળ્યું જેનો તે હકદાર છે, મિસ કરશે

PC: royalchallengers.com

ભારતીય ક્રિકેટ ટીમનું એશિયા કપ માટે ટીમની જાહેરાત થવી હજુ બાકી છે. આશા કરવામાં આવી રહી છે કે જે સ્ક્વોડ એશિયા કપ માટે સિલેક્ટ થશે, કંઇક આવી જ ટીમ વનડે વર્લ્ડ કપ માટે પણ રહેશે. કારણ કે એશિયા કપ પણ વનડે ફોર્મેટમાં રમાશે. જે એક વાતનો સંકેત આપે છે કે એશિયા કપની સાથે સાથે વર્લ્ડ કપ માટે પણ ખેલાડીઓના નામ પર ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એશિયા કપ અને વનડે વર્લ્ડ કપને લઇ મોટું નિવેદન આપ્યું છે.

રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમના ઓપનર શિખર ધવનને લઇ પોતાની વાત રજૂ કરી છે. તેમણે કહ્યું કે, શિખર ધવનને એ સન્માન ન મળ્યું જેનો તે હકદાર છે. ધવન એક જબરદસ્ત ખેલાડી છે પણ લોકોએ તેને જોઇએ એવી ક્રેડિટ આપી નહીં. ધવનને લઇ વાત કરતા શાસ્ત્રી આગળ કહે છે કે વર્ષ 2019ના વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જ્યારે આપણે હાર્યા હતા ત્યારે ટીમને ધવનની ખોટ લાગી હતી. કારણ કે ધવન વર્લ્ડ કપના શરૂઆતી સમયમાં જ ઈન્જર્ડ થઇ ગયો હતો.

રવિ શાસ્ત્રીએ શિખર ધવનનું સમર્થન કરતા કહ્યું કે, ટોપ ઓર્ડરમાં ધવન જેવા બેટ્સમેનના હોવાથી તમને ઘણી મદદ મળે છે. જ્યારે બોલ સ્વિંગ થાય છે તો રાઈટ હેન્ડ બેટ્સમેન માટે બોલ અંદર આવે છે. પણ લેફ્ટ હેન્ડ બેટ્સમેન માટે તે બોલ બહારથી જાય છે. એવામાં ધવન જેવો બેટ્સમેન સરળતાથી રન બનાવી શકે છે.

એશિયા કપની શરૂઆત 30 સપ્ટેમ્બરના રોજથી થશે. તો વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજથી થશે. વનડે વર્લ્ડ કપમાં ભારતની આ ટૂર્નામેન્ટમાં પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. ત્યાર પછી પાકિસ્તાન સામે ભારત મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન સામેની ભારતની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે.

તમને જણાવીએ કે, એશિયન ગેમ્સ માટે BCCIએ ગયા મહિને ટીમની જાહેરાત કરી હતી. જેને લઇ માનવામાં આવી રહ્યું હતું કે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. પણ એવું થયું નહીં અને ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. સાથે જ ધવનને આ ટીમમાં સામેલ પણ કરવામાં આવ્યો નહીં. જેને લઇ શિખર ધવને પોતાનું દુઃખ પણ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp