WTC માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ અંગે શાસ્ત્રીએ કહી દીધી મોટી વાત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ મેદાનમાં રમાશે. આ મેચ 7થી 11 જૂનની વચ્ચે આયોજિત કરવામાં આવશે. તેના માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. તેને ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ બહાર કરી દેવામાં આવ્યો હતો. અજિંક્ય રહાણે ઉપરાંત ટીમમાં ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરની પણ વાપસી થઈ છે. આ મેચ માટે સિલેક્ટર્સે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ તેને અત્યારસુધીની બેસ્ટ ટીમ ગણાવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરીને લખ્યું, બેસ્ટ ઇન્ડિયન ટીમની પસંદગી કરવામાં આવી છે. સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે ખૂબ જ સારું કામ કર્યું છે.
રોહિત શર્મા ટીમના કેપ્ટનની જવાબદારી સંભાળશે. તેની સાથે ટીમમાં શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને કેએલ રાહુલ છે. સ્પેશ્યલિસ્ટ વિકેટ કીપર તરીકે કેએસ ભરતની પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર્સમાં શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જયદેવ ઉનડકટ છે. તેમજ, સ્પિન વિભાગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા પર હશે.
સીનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે છેલ્લાં કેટલાક સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. રહાણે IPL 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યારસુધી પાંચ મેચોમાં 52.25ની સરેરાશથી અને 199.04ની સ્ટ્રાઇક રેટથી 209 રન બનાવ્યા છે. શ્રેયસ ઐય્યરના ઇજાગ્રસ્ત હોવાના કારણે, સિલેક્ટર્સે અજિંક્ય રહાણેને તેના IPL અને રણજી ટ્રોફીમાં સારા પ્રદર્શનના આધાર પર વધુ એક તક આપી છે. આ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં અત્યારસુધી પ્રભાવિત ના કરી શકનારા સૂર્યકુમાર યાદવને ટીમમાં જગ્યા નથી મળી શકી.
Best Indian team selected. Well done selectors and team management 🇮🇳 #WTCFinal2023 #TeamIndia pic.twitter.com/olIK46GO96
— Ravi Shastri (@RaviShastriOfc) April 25, 2023
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ
પેટ કમિંસ (કેપ્ટન), સ્કોટ બોલાંડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશૉ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp