રવિ શાસ્ત્રીના મતે WC 2023 બાદ આ ખેલાડી બની શકે છે ભારતીય ટીમનો કેપ્ટન

T20 વર્લ્ડ કપ 2021 બાદ રોહિત શર્મા ભારતની સીમિત ઓવરોની ટીમનો કેપ્ટન છે અને જાન્યુઆરી 2022થી તેને ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સી કરવાનો ચાંસ મળ્યો. જો કે, ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે ICC વર્લ્ડ કપ 2023 બાદ તેની કેપ્ટન્સી છીનવી લેવામાં આવે. રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમના નવા વ્હાઇટ બૉલ કેપ્ટનના નામનું પણ સૂચન આપ્યું હતું. તેમનું માનવું છે કે, હાર્દિક પંડ્યાએ જ સફેદ બૉલ ક્રિકેટમાં ભારતનો આગામી કેપ્ટન બનવું જોઈએ.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક પંડ્યાનું શરીર ટેસ્ટ ક્રિકેટનો સામનો નહીં કરી શકે, પરંતુ તેને ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ 2023 બાદ તુરંત સફેદ બૉલ ક્રિકેટમાં કેપ્ટન્સી સોંપવી જોઈએ. હાર્દિક પંડ્યા વર્ષ 2023ના T20 વર્લ્ડ કપ બાદ T20 ટીમનો કેપ્ટન છે. રવિ શાસ્ત્રીએ ધ વીકને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ’સ્પષ્ટ કહીએ તો તેનું શરીર (હાર્દિક પંડ્યા) ટેસ્ટ ક્રિકેટનો સામનો નહીં કરી શકે. વર્લ્ડ કપ બાદ મને લાગે છે કે તેણે વ્હાઇટ બૉલ ક્રિકેટમાં કેપ્ટન્સી સંભળાવી જોઈએ.
રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરવું જોઈએ, તેમાં કોઈ સવાલ નથી. હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી જેટલી મેચોમાં કેપ્ટન્સી કરી છે, તે પ્રભાવશાળી નજરે પડ્યો છે. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્મા માટે વર્લ્ડ કપ 2023ના કેપ્ટનના રૂપમાં અંતિમ ટૂર્નામેન્ટ હશે. જો ભારતીય ટીમ ટ્રોફી જીતી જાય છે તો તે આગામી વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં કેપ્ટન્સી નજરે પડશે, પરંતુ ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ થતી નથી તો નિશ્ચિત રૂપે હાર્દિક પંડ્યા જ આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન હશે.
ઉલ્લેખનીય છે કે પહેલા ભારતીય ટીમના ભવિષ્યના કેપ્ટનના રૂપમાં રિષભ પંત અને કે.એલ. રાહુલને જોવામાં આવી રહ્યા હતા. પછી આ લિસ્ટમાં શ્રેયસ ઐય્યરનું નામ પણ જોડાયું, ત્યારબાદ IPL 2022માં ગુજરાત ટાઈટન્સ (GT)એ હાર્દિક પંડ્યાને પોતાની ટીમની કેપ્ટન્સી સોંપી, પછી શું હતું માનો કે હાર્દિક પંડ્યાના તેવર બદલાઈ ગયા. પહેલી વખત કેપ્ટન્સીમાં જ હાર્દિક પંડ્યાએ ગુજરાતને ટ્રોફી અપાવી અને પછી દરેક તેની કેપ્ટન્સીના દીવાના થઈ ગયા.
ત્યારબાદ વર્ષ 2022 T20 વર્લ્ડ કપ બાદ હાર્દિકને ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. અહીં પણ તેણે દિગ્ગજોને પોતાની કેપ્ટન્સીથી પ્રભાવિત કર્યો. પછી IPL 2023માં તેની કેપ્ટન્સીમાં ગુજરાતે ફાઇનલ સુધીની સફર કરી. હવે દરેક હાર્દિકને ભવિષ્યના કેપ્ટનના રૂપમાં જોઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp