રવિ શાસ્ત્રીએ પસંદ કરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે પ્લેઇંગ XI

PC: cricketaddictor.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની બીજી સીઝનની ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમના 15 સભ્યોની ટીમની પહેલા જ જાહેરાત થઈ ચૂકી છે. તો હવે પ્લેઇંગ ઇલેવનને લઈને સતત ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તેને લઈને હવે ભારતીય દિગ્ગજ અને ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પોતાની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી લીધી છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેના સાથી ઑપનર શભમન ગિલ સહિત ઘણા સીનિયર ખેલાડી મોહમ્મદ શમી વગેરે અત્યારે  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્લેઓફ રમી રહ્યા છે.

આ ખેલાડી 28 મે બાદ લંડન જવા રવાના થશે. તો વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ બુધવારે રવાના થવાના સમાચાર સામે આવ્યા હતા. લંડનના કેનિંગ્ટન ઓવલમાં થનારી આ મોટી મેચ અગાઉ ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી લીધી છે. તેમનું માનવું છે કે, આ મોટી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના મજબૂત પક્ષ સાથે ઊતરવું જોઈએ અને રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા બંનેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં ઇંગ્લેન્ડના પ્રવાસ પર રવિ શાસ્ત્રીના કોચ રહેતા જ ઓવલમાં ટેસ્ટ મેચ જીતી હતી, પરંતુ તેમાં ફાસ્ટ બોલરો જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને શાર્દૂલ ઠાકુર સિવાય તાત્કાલીન ઉપકેપ્ટન રોહિત શર્માની સદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ વખત જસપ્રીત બૂમરાહ ટીમનો હિસ્સો નથી. રવિ શાસ્ત્રીએ ફાઇનલ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરતા કહ્યું કે, બૂમરાહની ગેરહજરીથી ભારતને ઝટકો લાગ્યો છે અને એવામાં ટીમે એક અન્ય સ્પિનર સાથે ઊતરવું જોઈએ.

રવિ શાસ્ત્રીએ ICCના એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતે ગત વખત ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું, કેમ કે ત્યારે ટીમમાં જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ હતા. આ પ્રકારે તમારી પાસે 4 ફાસ્ટ બોલર હતા. જેમાંથી શાર્દૂલના રૂપમાં ઓલરાઉન્ડર હતો. જો તમારો ફાસ્ટ બોલિંગ આક્રમણ વધારે સારું નથી. જો તમને લાગે છે કે કેટલાક ફાસ્ટ બોલર ઉંમરવાન થઈ ગયા છે અને પહેલાંની જેમ ઝડપથી બોલિંગ કરી શકતા નથી તો પછી તમારે 2 સ્પિનર સાથે ઊતરવું જોઈએ કેમ કે અશ્વિન અને જાડેજા બંને જ સારા સ્પિનર છે.

WTC માટે રવિ શાસ્ત્રીની પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા  (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), શાર્દૂલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp