ભારતીય ટીમના પૂર્વ કોચ બોલ્યા-આગામી T20 WCની કેપ્ટન્સી પંડ્યાને સોંપવી જોઈએ

PC: crictips.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, આગામી વર્ષે થનારા આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની T20 ક્રિકેટ ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાને સોંપી દેવી જોઈએ. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે, BCCIએ એ જ માર્ગનો ઉપયોગ કરવો જોએ, જે માર્ગનો ઉપયોગ તેણે વર્ષ 2007માં થયેલા પહેલા T20 વર્લ્ડ કપ અગાઉ કર્યો હતો અને યુવા મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

રવિ શાસ્ત્રીએ એક સ્પોર્ટ્સ ચેનલના કાર્યક્રમ પર વાતચીત કરતા કહ્યું હતું કે, ‘દરેક રમવા માટે ક્વાલિફાઈ કરી શકે છે, પરંતુ મને લાગે છે કે હાર્દિક ટીમનું નેતૃત્વ કરશે. આગામી 2 વર્લ્ડ કપ (વર્ષ 2023 વન-ડે વર્લ્ડ કપ બાદ) છે એટલે જો અનફિટ ન હોય, તો પોતાનું કામ કરતો રહેશે. એવામાં મને લાગે છે કે, જો તેઓ (સિલેક્ટર્સ) એક નવી દિશામાં જોશે. આ સમયે યુવાઓમાં ખૂબ પ્રતિભા છે. તમારી પાસે ઘણી હદ સુધી નવી ટીમ હોય શકે છે, નવી નહીં તો કેટલાક નવા ચહેરા જરૂર હશે.

જો કે, ઘણા બધા ખેલાડી એવા હશે જે ભારત માટે અંતિમ T20 મેચ રમશે, પરંતુ કેટલાક નવા ચહેરા પણ નજરે પડશે કેમ કે આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જે આપણે જોયું તેમાં ઘણા બધા નવા યુવા ખેલાડી ટેલેન્ટ છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે, ભારતે વર્ષ 2007 વર્લ્ડ કપ જેવો માર્ગ અપનાવવો જોઈએ, જેમાં ભારતે સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ જેવા કેટલાક મોટા ખેલાડીઓને બહાર રાખીને યુવા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં એક યુવા ટીમને વર્લ્ડ કપમાં મોકલી હતી અને એ ટીમે પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો.

તેની બાબતે વાત કરતા ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તેઓ વર્ષ 2007ના માર્ગ પર ચાલશે, જ્યાં તેઓ પ્રતિભાની ઓળખ કરશે અને સિલેક્શન બાબતે હાર્દિક પંડ્યા પાસે ઘણા વિકલ્પ હશે. કેમ કે તેના વિચાર અલગ હશે, તેણે એક ફ્રેન્ચાઇઝી કેપ્ટનના રૂપમાં IPL રમી છે અને ઘણા અન્ય ખેલાડીઓને જોયા છે. તેમની પાસે તેમના ઈનપુટ હશે. એવામાં હવે એ જોવાનું હશે કે હાર્દિક પંડ્યાને BCCI T20 ક્રિકેટ ટીમની કેપ્ટન્સી સોંપે છે કે નહીં અને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કેટલા નવા અને યુવા ખેલાડી સાથે ટૂર્નામેન્ટ રમવા જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp