રવિ શાસ્ત્રીએ ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને મળેલી હાર પાછળનું કારણ જણાવ્યું

PC: cricketaddictor.com

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી હાર પાછળ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક મોટું કારણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય ટીમ ઓવર કોન્ફિડેન્સનો શિકાર થઇ ગઇ અને આ કારણે તેને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રવિ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે વસ્તુને હલકામાં લઇ લીધી અને આ જ વસ્તુ તેને ભારે પડી ગઇ છે. ભારતીય ટીમને ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા માત્ર 109 રન બનાવ્યા હતા, જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવતા 88 રનોની લીડ હાંસલ કરી લીધી હતી. ભારતીય ટીમની બીજી ઇનિંગ 163 રન પર સમેટાઇ ગઇ હતી અને ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગની લીડના કારણે માત્ર 76 રનનો ટારગેટ મળ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે પહેલી 2 મેચ ખૂબ સરળતાથી પોતાના નામે કરી લીધી હતી, પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો.

રવિ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે વસ્તુઓને હલકામાં લઇ લીધી હતી. તેમણે કહ્યું કે, ટીમ થોડી ઘણી સહજ થઇ ગઇ અને થોડું ઓવર કોન્ફિડેન્સ તેની અંદર આવી ગયું હતું. જ્યારે તમે વસ્તુને હલકામાં લેવા લાગો છો અને એ ઝનૂનને ઓછો કરી દો છો તો પછી આ ગેમ તમને નીચે લઇ જાય છે. આ ત્રણેય વસ્તુના કોમ્બિનેશનના કારણે જ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. બેટ્સમેનોએ કેટલાક શોટ્સ એવી રીતે રમ્યા જેમ કે તેઓ ડોમિનેટ કરવા માગતા હોય.

ભારતીય ટીમે પહેલી 2 મેચ જીતી હતી, પરંતુ ઇન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો. આ હારના કારણે ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો માર્ગ પણ હવે થોડો મુશ્કેલ થઇ ગયો છે. અને ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. હવે આ બંને ટીમો વચ્ચે ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમવાની છે. આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા જઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp