ICC ટ્રોફીને જીતવું જરાય સરળ નથી, પણ ધોનીની કેપ્ટન્સીમાં સરળ લાગે છે: શાસ્ત્રી

PC: mykhel.com

ભારતીય ક્રિકેટ ટીમને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટ્રોફી જીત્યાનું એક દશક વીતી ચૂક્યું છે. ભારતીય ટીમ છેલ્લી વખત વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ ઘણી વખત ICC ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે, પરંતુ એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી. એવામાં ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું પણ માનવું છે કે, ICC ટ્રોફીને જીતવું જરાય સફળ નથી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં એ એકદમ જ સરળ લાગે છે.

રવિ શાસ્ત્રીએ આ નિવેદન ભારત અને ઑસ્ટ્રેલિય વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચ દરમિયાન આપ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર રવિ શાસ્ત્રીનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં જ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ (વર્ષ 2007), વન-ડે વર્લ્ડ કપ (વર્ષ 2011) અને ચેમ્પિયન્સ ટ્રોફી (વર્ષ 2013) પોતાના નામ કરી. એ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં જ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 થઈ હતી.

જો કે, મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ લાંબા સમય સુધી ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી, પરંતુ ICC  ટ્રોફીમાં ભારતીય ટીમને કોઈ મોટી સફળતા ન મળી શકી. તો રોહિત શર્માની કેપ્ટન્સીમાં પણ ભારતને ICCની નોકઆઉટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ ભારતીય ટીમને નિરાશા મળી હતી. બંને જ ફાઇનલમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં જ રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની સદીની મદદથી 469 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 296 રન પર જ સમેટાઇ ગઈ. આ પ્રકારે ઓસ્ટ્રેલિયાને 173 રનોની લીડ મળી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 8 વિકેટ ગુમાવીને 270 રન પર દાવ ડિક્લેરે કર્યો. જેના કારણે ભારતીય ટીમને 444 રનોનું લક્ષ્ય મળ્યું હતું, પરંતુ તે 234 રનના સ્કોર પર જ સમેટાઇ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp