આજકાલના ક્રિકેટરો અહંકારી, કપિલના નિવેદન પર જાડેજાનો આવ્યો જવાબ

PC: indianexpress.com

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે હાલમાં જ કહ્યું કે, ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડીઓમાં પૈસાને કારણે અહંકાર આવી ગયો છે. આ કારણે તેઓ પૂર્વ ક્રિકેટરોની પાસે જઇને તેમની પાસેથી સલાહ લેતા નથી. પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનના આ નિવેદને ભારતીય ફેન્સની વચ્ચે હંગામો મચાવી દીધો હતો. હવે, ભારતના મહાન પૂર્વ કેપ્ટનના નિવેદન પર ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ રિએક્ટ કર્યું છે. BCCI દ્વારા એક વીડિયો રીલિઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જાડેજાએ આ વિષયે પોતાના વિચાર રજૂ કર્યા છે. જાડેજાએ કહ્યું કે ટીમના ખેલાડીઓમાં કોઈપણ રીતનો અહંકાર નથી.

 

રવિન્દ્ર જાડેજાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મને નથી ખબર કે તેમણે ક્યારે આ વાત કહી છે. હું સોશિયલ મીડિયા પર આવી વાતો સર્ચ કરતો નથી. જુઓ સૌ કોઈને પોતાની વાત રજૂ કરવાનો હક છે. પૂર્વ ક્રિકેટરોને તેઓ શું વિચારે છે તેને કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. મને નથી લાગતું કે ટીમમાં કોઈપણ ખેલાડીમાં ઘમંડ કે અહંકાર છે.

જણાવીએ કે, હાલમાં જ ધ વીકની સાથે વાત કરતા કપિલ દેવે કહ્યું હતું કે, ક્યારેક જ્યારે વધારે પૈસા આવી જાય છે તો અહંકાર આવી જાય છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓને બધી જ વાતની ખબર છે. બધું જ જાણે છે.

વાત એ છે કે, વેસ્ટઈન્ડિઝમાં ચાલી રહેલી વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ભારતીય ટીમની ઘણી ટીકા કરવામાં આવી હતી. કપિલ દેવે ટીમના સીનિયર ખેલાડીઓને પણ ફટકાર લગાવી હતી. તો બીજી તરફ જાડેજાએ કહ્યું કે, ભલે અમને બીજી વનડેમાં હાર નસીબ થઇ પણ અમે ત્રીજી વનડે જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરીશું.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર જાડેજાએ કહ્યું કે, ખેલાડી માત્ર ટીમ માટે સારું પ્રદર્શન કરવા માગે છે અને તેમનો કોઇ અંગત એજન્ડો નથી. સૌ કોઈ પોતાની ક્રિકેટની મજા માણી રહ્યા છે અને બધા મહેનતુ છે. કોઈએ પણ ક્રિકેટને હળવાશમાં લીધી નથી. તેઓ પોતાના 100 ટકા આપી રહ્યા છે.

વનડે સીરીઝની ત્રીજી મેચ પહેલી ઓગસ્ટના રોજ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. પહેલી વનડે મેચ ભારતે જીતી હતી અને બીજી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં સીરિઝ 1-1ની બરોબરી પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp