જાડેજા કહે હું 249 વિકેટ પર છું મને બોલ આપો, અશ્વિન કહે મને બોલ આપો 5 વિકેટ...

PC: BCCI

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચ સમાપ્ત થયા બાદ સ્પોર્ટ્સ એનાલિસ્ટ અને પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને દીપદાસ ગુપ્તા સાથે મેચ દરમિયાન એક મજેદાર કિસ્સાને લઇને વાતચીત કરી હતી. ટ્વીટર પર તેનો એક વીડિયો સતત શેર કરવામાં આવી રહ્યો છે. ઇરફાન પઠાણે રોહિત શર્માને સવાલ કર્યો કે શું આ મેચમાં ત્રણેય સ્પિનરોને સંભાળવા મુશ્કેલ હતા? જેના પર કેપ્ટન રોહિત શર્માએ મજેદાર કિસ્સો સંભળાવ્યો. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ કે એ મજેદાર કિસ્સો શું છે.

ભારત માટે આ મેચમાં રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સ્પિન બોલરના રૂપમાં રમી રહ્યા હતા. બધા સ્પિનરોને સંભાળવાને લઇને રોહિત શર્માએ કહ્યું કે, ત્રણેયને સાંભળવા ખૂબ મુશ્કેલ હતા. અમારા જે ત્રણેય સ્પિનર છે, તેમને ખબર હતી એક એક બોલિંગ એન્ડ પર વધારે મદદ છે, તો ત્રણેય ત્યાં જ પહોંચી ગયા. મારા માટે ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલી વસ્તુઓથી વધારે આ વસ્તુ મુશ્કેલ છે મેનેજ કરવાનું. કેમ કે જાડેજા બોલી રહ્યો છે કે હું 249 વિકેટ પર છું, તો અશ્વિન 450 વિકેટ ઉપર પહોંચી ગયો છે અને તે 4 વિકેટ લઇ બેઠો છે અને કહી રહ્યો છે કે મને 5 વિકેટ જોઇએ છે.

રોહિત શર્મા કહે છે કે તેને લઇને હું ઘણી વખત ફસાયો છું, પરંતુ એમ થાય છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. જ્યારે રવીન્દ્ર જાડેજાને પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ મળી હતી. જો કે અક્ષર પટેલનો વધારે જાદુ જોવા ન મળ્યો અને તેને બંને ઇનિંગમાં માત્ર 1 જ વિકેટ મળી, પરંતુ તેણે બેટથી પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું. અક્ષર પટેલે 84 રનોની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી, જેની મદદથી ભારતીય ટીમે 400 રનોનો વિશાળ સ્કોર ઊભો કર્યો અને 223 રનોની લીડ બનાવી. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ 91 રન પર સમેટાઇ ગઇ.

ઘૂંટણોની ઇજાના કારણે ઘણા મહિનાઓ સુધી ટીમાંથી બહાર રહેલા રવીન્દ્ર જાડેજાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોરદાર વાપસી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુર ટેસ્ટમાં 7 વિકેટ લેવા સિવાય 185 બૉલમાં 70 રનની મહત્ત્વની ભૂમિકા ભજવી. આ ટેસ્ટ રવીન્દ્ર જાડેજા માટે શાનદાર રહી. તેને શાનદાર પ્રદર્શનની મદદથી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જાડેજાએ શાનદાર વાપસી પર NCAનો આભાર માન્યો. તેણે કહ્યું કે, હાલમાં શાનદાર લાગી રહ્યું છે, જ્યારે તમે 5 મહિના બાદ વાપસી કરો છો અને પોતાના 100 ટકા આપ્યો છો તો અદ્દભુત લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp