
ભારતીય ટીમની સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટીમમાં વાપસી માટે દરેક સંભવિત પ્રયાસ કરી રહ્યો છે. તેના ટીમમાં હોવાથી ટીમમને મજબૂતી મળે છે કેમ કે તે બોલિંગ સાથે સાથે બેટિંગમાં પણ મોટી ઇનિંગ રમવાનો દમ રાખે છે. સાથે જ તેની ફિલ્ડિંગ પણ હાઇ લેવલની હોય છે. સોશિયલ મીડિયા પર રવીન્દ્ર જાડેજાનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમ તે પ્રેક્ટિસ કરતો નજરે પડી રહ્યો છે. ડાબા હાથની ઓલરાઉન્ડરને ગયા વર્ષે એશિયા કપ દરમિયાન ઇજા થઇ ગઇ હતી અને ત્યારબાદ તેને સર્જરી કરાવવી પડી હતી.
આ કારણે તે T20 વર્લ્ડ કપમાં પણ રમી શક્યો નહોતો. જો કે, હવે તે વાપસી માટે કમર કસી ચૂક્યો છે અને તેની નજર ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ પર છે. જેની પહેલી બે મેચ માટે તેનું સિલેક્શન થયું છે રવીન્દ્ર જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં મેદાન પર બોલિંગ કરતો નજરે પડી રહ્યો છે. તેને બોલિંગ કરવામાં કોઇ પરેશાની થઇ રહી નથી. જો કે, તેના સીધા ઘૂંટણ પર સફેદ પટ્ટી બાંધેલી નજરે પડી રહી છે. તેનો આ વીડિયો બાદ એક વાત સાબિત થઇ ચૂકી છે કે તે જલદી જ ભારતીય ટીમ માટે રમતો નજરે પડી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી મહિને 9 ફેબ્રુઆરીથી 4 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત થવા જઇ રહી છે, જેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે. આ સીરિઝમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. જો કે તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. ત્યારે જ તેની ભારતીય ટીમમાં લાંબા સમય બાદ વાપસી થઇ શકે છે. રવીન્દ્ર જાડેજાને લઇને તેની ઘરેલુ ટીમ સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે પણ પ્રતિક્રિયા આપી છે અને તેને આશા છે કે રવીન્દ્ર જાડેરજા રણજી ટ્રોફી 2023માં ઘરેલુ ટીમ સાથે વ્યવસાયી ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની હાલની સીઝનમાં શાનદાર રમત દેખાડી રહી છે અને જાડેજા આવવા નિશ્ચિત રૂપે તેને મજબૂતી મળશે. એક સ્પોર્ટ્સ વેબસાઇટ મુજબ, રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર માટે 24 જાન્યુઆરીથી શરૂ થનારી મેચ રમી શકે છે. તેને લઇને જ્યારે કેપ્ટન જયદેવ ઉનડકટને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, એ જ હું સાંભળી રહ્યો છું. ઇમાનદારીથી કહું તો જો તે સારું પ્રદર્શન કરે છે તો તે શાનદાર હશે અને મને આશા છે કે તે નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં ટ્રેનિંગ દરમિયાન સારું પ્રદર્શન કરી રહ્યો છે. આશા છે કે તે સૌરાષ્ટ્ર માટે રમશે અને વાપસી કરશે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી 2 ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા,મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp