RCBએ સંજય બાંગર અને માઇક હેસનની કરી છુટ્ટી, જાણો કોણ બન્યા નવા હેડ કોચ

PC: twitter.com/RCBTweets

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા નંબર પર રહી હતી. ટીમે 14માંથી 7 મેચ જીતી હતી અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વર્ષ-2022માં ટોપ 4 ટીમોમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ ચેમ્પિયન ન બની શકી. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોટું પગલું ઉઠાવ્યું છે. ટીમના હેડ કોચ સંજય બાંગર અને માઇક હેસનની છુટ્ટી કરી દીધી છે. આ બંનેનો ટીમ સાથેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એન્ડી ફ્લાવરને નવા હેડ કોચ બનાવ્યા છે. બેંગ્લોરે ટ્વીટર પર કેટલીક તસવીર શેર કરી છે. તેની સાથે ટીમે માઇક હેસન અને સંજય બાંગરનો આભાર માન્યો છે. માઇક હેસન ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સના પદ પર હતા. તો બાંગર હેડ કોચની ભૂમિકા નિભાવી રહ્યા હતા. ટીમે ટ્વીટ કરતા લખ્યું કે, ‘અમે માઇક હેસન અને સંજય બાંગરનો આભાર માનીએ છીએ. આ બંનેના વર્ક એથિક્સ હંમેશાંથી પ્રભાવી રહ્યા.

તેણે આગળ લખ્યું કે, છેલ્લા 4 વર્ષોમાં ઘણા યુવાઓને શીખવાનો અવસર આપ્યો, જે સફળ રહ્યા. આ બંનેનું ટર્મ સમાપ્ત થઈ ગયું છે. માઇક અને સંજયને ભવિષ્ય માટે શુભકામનાઓ.’ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક વખત પણ IPL ટ્રોફી ન જીતી શકી નથી. ટીમ વર્ષ 2020માં ચોથા નંબર પર રહી હતી. તેણે 14માંથી 7 મેચ જીતી હતી અને 7માં હારનો સામનો કર્યો હતો. તેણે એલિમિનેટર સુધીની સફર નક્કી કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ 6 વિકેટથી હરાવી હતી.

ત્યારબાદ વર્ષ 2021માં પણ એલિમિનેટરમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમને કોલકાત નાઈટ રાઈડર્સ (KKR)એ 4 વિકેટથી હરાવી હતી. ટીમે વર્ષ 2022માં એલિમિનેટરમાં જીત હાંસલ કરીને બીજી ક્વાલિફાયરમાં જગ્યા બનાવી, પરંતુ અહી તેને રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે હરાવી દીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્ષ 2023માં પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી.

ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ શરૂઆતથી જ ફેન્સની પસંદગીની ટીમ રહી છે, પરંતુ ટીમ છેલ્લા 16 IPL સીઝનથી ટ્રોફીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન ટીમ ઘણી વખત ફાઇનલમાં પહોંચી, પરંતુ અંતમાં જઈને તેને હારનો સામનો કરવો પડ્યો. જો કે, સંજય બાંગર અમે માઇક હેસનના નેતૃત્વમાં ટીમ સતત 2 સીઝન પ્લેઓફમાં પહોંચી, જ્યારે ગત સીઝનમાં છેલ્લી ઘડીએ જગ્યા બનાવી શકી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp