
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 6 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાના સપના પર પાણી ફેરવી નાખ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLની પ્લેઓફથી બહાર થતા જ તેના ફેન્સે શુભમન ગિલ અને તેની બહેન શાહનીલને જીવથી મારવાની ધમકી આપી.
શુભમન ગિલની બહેનને ઇન્સ્ટ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન્સ ગાળો આપી રહ્યા છે. રવિવારે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી એક નજીકની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ગુજરાત ટાઈટન્સે હટાવી દીધી.
વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન છતા, શુભમન ગિલની 104 રનોની ઇનિંગથી ગુજરાત ટાઈટન્સ જીતી ગઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ પણ સદી લગાવી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની મદદથી સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. 198 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 19.1 ઓવરમાં ટીમને જીત અપાવી દીધી.
મેચના પરિણામથી નિરાશ થઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેટલાક ફેન્સે સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને તેની બહેનને ટ્રોલ કરી. સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને તેની બહેનને ગાળો આપવા લાગ્યા. તેમાંથી કેટલાકે જીવથી કરવા અને બળાત્કાર કરવાની ધમકી પણ આપી નાખી છે.
એક ટ્વીટર યુઝર (@vamosvirat)એ એક સળગેલી કારની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે, સારું હોત જો આ કાર શુભમન ગિલ ચલાવી રહ્યો હોત અને તેને હૉસ્પિટલમાં પહોંચાડવા માટે કોઈ ન હોત.’
બેંગ્લોરના એક ફેને કહ્યું કે, આ દિવસને યાદ રાખજો, તમારા જીવનમાં જો કંઈ પણ ખોટું થયું તો તે મારા કારણે થશે કેમ કે મેં તમને શ્રાપ આપ્યો છે. શુભમન ગિલની બહેન શાહનીલની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેટલાક ફેન્સે ઊંધી-ચત્તી કમેન્ટ કરે છે.
ગિલની બહેને મેચની કેટલીક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, ‘What a Wholesum day.’ કેટલાક ફેન્સે પોસ્ટ પર શાહનીલ અને શુભમન બંને માટે અભદ્ર ટિપ્પણી કરી છે. ટ્વીટ યુઝર @gayale_vishnuએ શુભમન ગિલના મોતની દુવા માગી છે. RCB ફેને એમ પણ કહ્યું કે, જો તેની ID સસ્પેન્ડ થઈ જાય છે તો પણ તેને કોઈ ફેર પડતો નથી.
One of the main reason I can’t stand RCB and hope they never win the trophy is cause of their toxic fan base. Abusing Gill and now his sister and all Gill did was his job for the team that employs him.
— Prantik (@Pran__07) May 21, 2023
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શુભમન ગિલ અને તેની બહેનનો બચાવ પણ કર્યો છે. ગિલ અને તેની બહેન માટે અભદ્ર કમેન્ટ જોઈને ઘણા ફેન્સએ ટ્વીટર પર ગાળો આપનાર લોકોને ફટકાર લગાવી છે.
Some of the sick kohli fans abusing Gill & his family(especially his sister)
— Karthick Shivaraman (Imagine NO Blue tick Here) (@iskarthi_) May 21, 2023
This toxicity and the negative energy creates by these sk called fans is also one reason for the king to not see the light🏃
GILL is the Future superstar of Indian cricket❤
Agree or CRY forever sickos pic.twitter.com/8TYLG2LwTI
એક યુઝરે લખ્યું કે, જુઓ શુભમન ગિલ અને તેની બહેન માટે શું શું ટ્વીટ્સ કરવામાં આવી રહી છે. યાર એટલે મને નફરત થઈ ગઈ છે. એક યુઝરે લખ્યું કે, આ કોઈ ફેન્સ નથી, તેમણે બસ કોઈક રીતે સાવધાન રહેવું જોઈએ. એક યુઝરે લખ્યું કે, ગિલ અને તેના પરિવાર (ખાસ કરીને તેની બહેન)ને ગાળો આપનાર આ બધા કોહલીના બીમાર ફેન્સ છે. ગિલ ભારતીય ક્રિકેટના ભવિષ્યનો સુપરસ્ટાર છે.
One of the main reason I can’t stand RCB and hope they never win the trophy is cause of their toxic fan base. Abusing Gill and now his sister and all Gill did was his job for the team that employs him.
— Prantik (@Pran__07) May 21, 2023
એક યુઝરે લખ્યું કે, આ બધા કારણ છે કે મને RCBના ફેન્સ બેઝથી નફરત છે. આશા રાખું છું કે ક્યારેય ટ્રોફી ન જીતી શકે. ગિલને ગાળો આપવી અને તેની બહેન પર પણ ગંદી કમેન્ટ્સ કરવી, એકદમ ખોટું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp