
હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) માં સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) ની વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જાણે રનોનો વરસાદ થઈ ગયો હતો. પહેલી ઇનિંગમાં ડોવેન કોવેનની બેટથી જાણે ફટાકડા ફૂટ્યા તો બીજી ઇનિંગમાં ફરી ફાફ ડુ પ્લેસીએ અનેક ફટાકડા ફોડ્યા. જે પણ બેટિંગ કરવા માટે આવ્યું, તેણે જ બોલર્સની વાટ લગાવી દીધી. ચેન્નઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 226 રનનો ખડકલો કરી દીધો. તો પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આંઠ વિકેટના નુકસાન પર 218 રન બનાવ્યા. દર્શકોનું ખૂબ મનોરંજન થયુ, મેચ ખૂબ જ રોમાંચક રહી પરંતુ, બોલર્સ માટે આ મેચ ખૂબ જ ખરાબ રહી અને હવે આ જ પોઈન્ટ ઓફ વ્યૂને લઈને પૂર્વ દિગ્ગજો અને કમેન્ટેટર્સે ચિંતા વ્યક્ત કરી છે.
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા પર લખ્યું, ફ્લેટ પિચ, સ્મોલ ગ્રાઉન્ડ, ઇમ્પેક્ટ પ્લેયર, આ પ્રકારની મેચ જોયા બાદ કોણ બોલર બનવા ઇચ્છશે.
આ મુદ્દે હરભજને લખ્યું, બોલર્સ માટે ચિન્નાસ્વામીની પિચ કબ્રગાહ છે. 40 ઓવર્સમાં 440 રન બન્યા, આ એકદમ પાગલપન છે.
પૂર્વ ક્રિકેટર્સે સવાલ ઉઠાવ્યા છે, તો તેના પર ધ્યાન આપવુ જરૂરી છે. ખાસ કરીને મેચની હાલત કોઈ યુવા ખેલાડીના મનોબળ પર જરૂર મોટો પ્રહાર કરી શકે છે. તમે જુઓ કે, તુષાર પાંડેયે ત્રણ વિકેટ જરૂર લીધી પરંતુ, તેણે ચાર ઓવરોમાં 45 રન આપ્યા. જ્યારે શ્રીલંકન યુવા મથીશા પથિરાનાએ પણ પોતાની 4 ઓવર્સમાં 41 રન આપી દીધા.
તેમજ, પાર્નેલ જેવા આંતરરાષ્ટ્રીય બોલરના કેવા હાલ થયા, એ તમે સમજી શકો છો. લેફ્ટી પેસરે ચાર ઓવરોમાં 48 રન આપી દીધા.
Flat pitch, small ground, impact player - Who would want to be bowler after watching a game like this? #RCBvCSK
— Mohammad Kaif (@MohammadKaif) April 17, 2023
ચેન્નઈ-બેંગ્લોર મેચમાં બંને ટીમોએ મળીને 40 ઓવરમાં કુલ 444 રન બનાવ્યા જેમા કુલ 33 છગ્ગા સામેલ હતા. આ મેચમાં CSK એ IPL ટૂર્નામેન્ટમાં 25મી વાર 200નો આંકડો પાર કર્યો. જ્યારે બેંગ્લોરે 23મી મેચમાં 200 કરતા વધુ રન બનાવ્યા. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ડેવોન કોન્વે અને શિવમ દુબેની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 226 રન બનાવ્યા જે IPL ઇતિહાસમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર RCB વિરુદ્ધ કોઈપણ ટીમે બનાવેલો સર્વાધિક સ્કોર છે.
Chinnaswamy Graveyard for the bowlers. 440 Runs were scored in 40 overs.. this is insane .. Dhoni won important 2 points Against Kohli @ChennaiIPL from RCB @RCBTweets . Dhoni always find a way to win https://t.co/L2qMpANCaa
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 18, 2023
CSK માટે કોન્વેએ 45 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી કુલ 83 રન બનાવ્યા જ્યારે શિવમ દુબેએ 27 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. આ ઉપરાંત, અજિંક્ય રહાણેએ પણ 20 બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp