ભારત નહીં ભૂલી શકે 10 વિકેટથી મળેલી હાર, બન્યા આ 5 શરમજનક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયન ટીમે વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમને 10 વિકેટે હરાવીને સીરિઝ 1-1 થી બરાબરી કરી લીધી છે. હવે બંને જ ટીમો માટે ચેપોકની મેચ નિર્ણાયક રહેશે. ભારતીય ટીમ માટે આ હાર ઘણી બાબતે શરમજનક છે. ટીમ ન માત્ર 10 વિકેટથી હારી છે, પરંતુ પહેલા બેટિંગ કરતા પણ ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ સામે ઘૂંટણીયે પડી ગયેલા નજરે પડ્યા. ભારતીય ટીમના નામે આ 5 શરમજનક રેકોર્ડ બની ગયા છે. ચાલો તો આ આર્ટિકલમાં આગળ જોઇએ કયા શરમજનક રેકોર્ડ ભારતીય ટીમના નામે બન્યા છે.

26 ઓવરમાં જ ઓલઆઉટ:

ભારતીય બેટ્સમેન આ મેચમાં પૂરી રીતે નિષ્ફળ સાબિત થયા અને સ્ટારોથી સજેલી ટીમ જેમ તેમ કરીને 26 ઓવર જ રમી શકી. આખી ટીમ માત્ર 117 રન પર જ સમેટાઇ ગઇ.

4 ખેલાડીઓના ન ખૂલી શક્યા ખાતા:

ભારતીય ટીમે આ મેચમાં વધુ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને એ છે 4 ખેલાડીઓ 0 પર આઉટ થવાનો. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ તો પોતાનું ખાતું પણ ન ખોલાવી શક્યા. પછી પૂછડિયામાંથી જ્યારે કસેલી ઇનિંગની આશા હતી તો મોહમ્મદ શમી અને સિરાજ પણ શૂન્ય પર આઉટ થઇ ગયા.

11 ઓવરમાં જ મળી હાર:

ઓસ્ટ્રેલિયાએ વન-ડેમાં અત્યાર સુધી સૌથી જલદી લક્ષ્ય હાંસલ કરીને ભારતીય ટીમને હરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 11 ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાએ 118 રન બનાવી લીધા અને આ 234 બૉલ બાકી રહેતા મોટી જીત હાંસલ કરી.

ભારતીય ટીમને 10 વિકેટે હરાવી:

ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી વખત વન-ડેમાં 10 વિકેટે હરાવી છે. આ અગાઉ વર્ષ 2020 મુંબઇના વાનખેડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 10 વિકેટે હરાવી હતી.

સૂર્યકુમાર યાદવ સતત બીજી વખત શૂન્ય પર આઉટ થયો:

આ સીરિઝ ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે ખૂબ જ નિરાશાજનક રહી છે. તે સતત બીજી મેચમાં ખાતું ખોલ્યા વિના આઉટ થઇ ગયો.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 26 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઇ. 4 ખેલાડી શૂન્ય પર આઉટ થઇ ગયા, જ્યારે 3 ખેલાડી ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. ભારત તરફથી સૌથી વધુ રન વિરાટ કોહલી (31 રન) બનાવ્યા, જ્યારે અક્ષર પટેલે 29 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ કરતા મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 5 વિકેટ લીધી, જ્યારે શૉન એબોટને 3 જ્યારે નાથન એલિસને 2 વિકેટ મળી. ઓસ્ટ્રેલિયન ટીમે 118 રનનું લક્ષ્ય માત્ર 11 ઓવરમાં જ હાંસલ કરી લીધું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.