ભવિષ્યમાં વન-ડે વર્લ્ડ કપને 40-40 ઓવરનો કરી દેવો જોઈએઃ રવિ શાસ્ત્રી

PC: thehindu.com

ભારતમાં યોજાનારા વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં સાત મહિના કરતા પણ ઓછો સમય રહી ગયો છે અને દેશની ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે, આ ટૂર્નામેન્ટમાં નવીનતા લાવવા માટે ICC ટૂર્નામેન્ટના ભવિષ્યના ચરણોને 40-40 ઓવરના કરી દેવા જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસ એટલે કે રવિવારે પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, વનડે ક્રિકેટે બચી રહેવા માટે તેને ભવિષ્યમાં ઘટાડીને 40-40 ઓવરની કરી દેવી જોઈએ.

શાસ્ત્રીએ કહ્યું કે, વનડેમાં દર્શકોની ઘટતી સંખ્યાનું નિવારણ લાવવુ જોઈએ અને તેમણે કહ્યું કે, જ્યારે કપિલ દેવની આગેવાનીવાળી ટીમે 1983માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો તો તે 60-60 ઓવરની ટૂર્નામેન્ટ હતી પરંતુ, બાદમાં તેને ઘટાડીને 50-50 ઓવર કરી દેવામાં આવી. તેમણે કહ્યું, હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે અમે 1983 માં વર્લ્ડ કપ જીત્યો હતો તો તે 60 ઓવરની મેચ રમાતી હતી. પછી લોકોનું આકર્ષણ તેના પ્રત્યે ઓછું થતું ગયુ તો તે 50 ઓવરની બની ગઈ. મને લાગે છે કે, હવે સમય આવી ગયો છે જ્યારે તેને 40-40 ઓવરની કરી દેવી જોઈએ. સમયની સાથે બદલાવ જરૂરી છે, ફોર્મેટને ઘટાડવું જોઈએ.

શાસ્ત્રીની દર્શકોની રૂચિ ઓછી થવાની વાત સાચી છે પરંતુ, જ્યારે 1987માં વર્લ્ડ કપ ઉપ મહાદ્વીપમાં રમાડવામાં આવ્યો હતો તો 120 ઓવર દરમિયાન બે બ્રેક (લંચ અને ટી) કરવો સંભવ નહોતો જેવુ ઈંગ્લેન્ડમાં છેલ્લાં ત્રણ ચરણ દરમિયાન થયુ હતું. શાસ્ત્રીએ કહ્યું કે, T20 પ્રારૂપ ગેમમાં મોટી કમાણી કરતું રહેશે પરંતુ, તે દ્વિપક્ષીય T20 આંતરરાષ્ટ્રીય શ્રૃંખલાને પસંદ નથી કરતા અને તેમનું કહેવુ છે કે, તેને ઓછી કરી દેવી જોઈએ. આ મહાન ક્રિકેટર દ્વિપક્ષીય શ્રૃંખલાને ઓછી કરવાની વકાલત કરતા રહ્યા છે.

તેમણે કહ્યું, મને લાગે છે કે, T20 પ્રારૂપ મહત્ત્વપૂર્ણ છે. તેને વિકસિત કરવાની જરૂર છે. પરંતુ મને લાગે છે કે, દ્વિપક્ષીય શ્રૃંખલાને ઓછી કરી દેવી જોઈએ. પૂર્વ ખેલાડીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ પોતના ટોચના મહત્ત્વના સ્થાનનો આનંદ ઉઠાવવાનું ચાલુ રાખશે કારણ કે તે મહત્ત્વપૂર્ણ ફોર્મેટ છે. તેમણે કહ્યું, ટેસ્ટ ક્રિકેટ હંમેશાં ટેસ્ટ ક્રિકેટ બન્યું રહેશે અને તેને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. મને લાગે છે કે, ભારતમાં પણ તમામ ફોર્મેટો માટે જગ્યા છે. વિશેષરીતે ઉપમહાદ્વીપમાં. વિશેષરૂપથી ઓસ્ટ્રેલિયા જેવી જગ્યાઓ પર.

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ કહ્યું કે, એક દિવસીય ફોર્મેટ પોતાનું આકર્ષણ ગુમાવી રહ્યું છે અને આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારો વર્લ્ડ કપ છેલ્લું સંસ્કરણ હોઇ શકે છે. કાર્તિકે કહ્યું, વનડે ફોર્મેટે પોતાનું આકર્ષણ ગુમાવી દીધુ છે. આપણે આ વર્ષના અંતમાં અથવા ત્યારબાદ વધુ એક વર્લ્ડ કપ જોઈ શકીશું. લોકો ટેસ્ટ ક્રિકેટ જોવા માંગે છે, જે ક્રિકેટનું યોગ્ય અર્થમાં ફોર્મેટ છે અને T20 મનોરંજન માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp