ભારતીય ખેલાડીની મોટી ભૂલ, લોકોએ કહ્યું- આ મેચ છે કે કોમેડી શો? જુઓ વીડિયો

શુક્રવારે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલ અને રૂતુરાજ ગાયકવાડ વચ્ચે તાલમેલનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. મેચમાં એવી કોમેડી થઇ હતી કે એક જ છેડા પર બંને બેટ્સમેન ભેગા થઇ ગયા હતા. જો કે સદનસીબે બેમાંથી એક પણ ખેલાડી આઉટ નહોતો થયો. આ વીડિયો જોઇને લોકો કહી રહ્યા છે કે આ મેચ છે કે કોમેડી શો? આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આયર્લેન્ડના 140 રનના સ્કોરનો પીછો કરવા માટે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને રૂતુરાજ ગાયકવાડ વચ્ચે મોટી ભૂલ જોવા મળી હતી, પરંતુ યજમાન ટીમે તેને મજેદાર બનાવી દીધી હતી.

આ ઘટના ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરના ત્રીજા બોલની છે. યશસ્વી જયસ્વાલે શોર્ટ ફાઈન લેગ તરફ જોશ લિટલની બોલ પર હળવા હાથે શોટ રમ્યો અને રન માટે દોડ્યો હતો. બીજા છેડે ઊભેલો ગાયકવાડ થોડાં પગલાં દોડ્યા પછી થોભી ગયો અને યશસ્વીને તેના છેડે પાછા જવાનો સંકેત આપ્યો. જોકે, યશસ્વી જયસ્વાલે ગાયકવાડનો કોલ ન સાંભળ્યો અને બીજા છેડે ક્રીઝમાં દોડી ગયો. એ વખતની ઘટના જોઇને કિક્રેટ ચાહકોને ધ્રાસ્કો પડ્યો હતો, કારણ કે બંને ખેલાડીઓ એક જ ક્રીઝમાં ભેગા થઇ ગયા હતા.

એવું દ્રશ્ય જોવા મળ્યું કે ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ એક જ દિશામાં દોડી રહ્યા હતા. શોર્ટ ફાઈન લેગ પરનો ફિલ્ડર નોન-સ્ટ્રાઈકર્સ તરફ બોલ ફેંકે છે. આ પણ અકલ્પ્ય હતું કારણ કે સ્ટ્રાઈકર્સના છેડે કોઈ બેટ્સમેન હાજર ન હતો. ફિલ્ડરનો થ્રો સ્ટમ્પની બહાર ગયો અને બોલ મિડ-ઓન ફિલ્ડર તરફ ગયો.

આ જોઈને ગાયકવાડ સ્ટ્રાઈકર એન્ડ તરફ દોડી ગયો હતો. મિડ ઓન પરના ફિલ્ડરે થ્રો ફેંક્યો અને વિકેટકીપર તેને પકડવામાં નિષ્ફળ રહ્યો.ગાયકવાડે ડાઈવ લગાવીને ક્રિઝની અંદર પ્રવેશ કર્યો હતો. આમ, ભારતને કોઈ નુકસાન થયું ન હતું જ્યારે આઇરિશ ચાહકો માથું પકડીને બેઠા હતા કારણ કે કોઈને આવા મૂર્ખતાભર્યા કૃત્યની અપેક્ષા નહોતી.

યશસ્વી જયસ્વાલ અને ગાયકવાડે પહેલી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી. ક્રેગ યંગની બોલમાં પોલ સ્ટર્લિંગે યશસ્વીનો કેચ પકડી લીધો હતો અને ભાગીદારી તુટી હતી. બીજી જ બોલ પર તિલક વર્મા પણ આઉટ થઇ ગયો હતો. એ પછી વરસાદનું આગમન થયું અને મેચ રદ કરવી પડી.

જો કે ડકવર્થ લૂઇસ પધ્ધતિ પ્રમાણે ભારતીય ટીમ 2 રન આગળ હતી. એ રીતે ટીમ ઇન્ડિયા T-20 ઇન્ટરનેશનલ સીરિઝમાં 1-0 આગળ રહી છે. ભારત અને આર્યલેન્ડ વચ્ચેની બીજી T-20 મેચ 20 ઓગસ્ટ, રવિવારે રમાશે. આ સીરિઝમાં બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.