26th January selfie contest

રિકી પોન્ટિંગે પસંદ કર્યા 5 મહાન T20 ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય ખેલાડી સામેલ

PC: cricket.com.au

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દુનિયાના 5 મહાન T20 ખેલાડીઓની પસંદગી કરી છે, જેમાં ભારતના બે દિગ્ગજ ખેલાડી પણ સામેલ છે. રિકી પોન્ટિંગે જે 5 મહાન T20 ખેલાડીઓની પસંદગી કરી છે તેમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ, ઇંગ્લેન્ડનો વ્હાઇટ બૉલનો કેપ્ટન જોસ બટલર અને અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન સામેલ છે. દુનિયાના 5 મહાન T20 ખેલાડીઓના લિસ્ટમાં રિકી પોન્ટિંગે 2 ભારતીય ખેલાડીઓને જગ્યા આપી છે. તેમાં હાર્દિક પંડ્યા અને જસપ્રીત બૂમરાહના નામ સામેલ છે.

હાર્દિક પંડ્યાએ જૂનમાં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી બાદ એક ઓલરાઉન્ડરના રૂપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેથી ભારત જીત તરફ અગ્રેસર છે, જેનું એક ઉદાહરણ હાલમાં ચાલી રહેલા એશિયા કપ 2022માં પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ A ની મેચ હતી. રિકી પોન્ટિંગે ICC રિવ્યૂ શૉમાં હાર્દિક પંડ્યાને પસંદ કરવા બાબતે જણાવ્યું કે, હાલના ફોર્મમાં ચાલી રહેલા ત્રીજા નંબર પર હાર્દિક પંડ્યાને પાછળ છોડવું ખૂબ મુશ્કેલ છે. તેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શાનદાર હતી.

તેને બોલિંગ કરતો જોવું સારું હતું, જેણે સ્પષ્ટ રૂપે પ્રભાવિત કર્યા છે કે તે ભારત માટે રમવા કેટલો સક્ષમ છે. ઇજાના કારણે એશિયા કપમાં સામેલ ન હોવા છતા જસપ્રીત બૂમરાહ બૉલ સાથે ભારતીય બૉલિંગનો એક્કો છે, જે પોતાના ધીમા બૉલ, બાઉન્સર અને યોર્કરની વિવિધતા સાથે મેચના કોઈ પણ ચરણમાં પોતાની ટીમને જીત અપાવવા માટે સક્ષમ છે. રિકી પોન્ટિંગે કહ્યું કે, જસપ્રીત બૂમરાહ મારી ટીમમાં પાંચમા નંબર પર છે.

તે કદાચ દુનિયામાં ટેસ્ટ, વન-ડે અને T20 ક્રિકેટમાં સૌથી બેસ્ટ બોલર છે. નવા બૉલ સાથે તે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. રિકી પોન્ટિંગ દ્વારા પસંદ કરવામાં આવેલા અન્ય ખેલાડીઓમાં પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ, ઇંગ્લેન્ડનો વ્હાઇટ બૉલનો કેપ્ટન જોશ બટલર અને અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન સામેલ છે. બાબર આઝમ સફેદ બૉલના ક્રિકેટમાં પાકિસ્તાન માટે એક શાનદાર રન સ્કોરર રહ્યો છે, પરંતુ તેણે અત્યાર સુધી એશિયા કપમાં એક પણ મોટી ઇનિંગ રમી નથી.

રિકી પોન્ટિંગે કહ્યું કે બાબર આઝમને બીજા નંબર પર રાખીશ, માત્ર એટલે કે તે ઘણા સમયથી T20 મેચમાં નંબર-1 રેન્કિંગ બેટ્સમેન છે અને તેને લાયક છે. તેનો રેકોર્ડ એ વાતના પુરાવા આપે છે. તેણે પાકિસ્તાન માટે ઘણી હદ સુધી નેતૃત્વ કર્યું છે, જેણે છેલ્લા કેટલાક વર્ષોથી સારી ક્રિકેટ રમી છે. રાશિદ ખાન રિકી પોન્ટિંગ માટે નંબર-1 ખેલાડી છે. તેણે સ્વીકાર્યું કે એકથી 5 ક્રમમાં ખેલાડીઓને પસંદ કરવું એક મુશ્કેલ કામ છે.

રિકી પોન્ટિંગે કહ્યું કે, હું વાસ્તવમાં રાશિદ ખાનને નંબર-1 પર રાખવા માગીશ અને તેનું કારણ મેં વિચાર્યું હતું કે જો આપણી પાસે વાસ્તવમાં IPL ઓક્શનમાં એક ખેલાડીની જગ્યા હોય અને કોઈ વેતન સીમા રહેતી ના હોય તો કદાચ તે રાશીદ ખાન જ હતો, જેને હું પોતાની પાસે રાખવા માગતો હતો. રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો કે જોશ બટલર તેના ટોપ-5 પડકારોમાં કેમ છે. તેણે કહ્યું કે જ્યારે તમે તેની વિરુદ્ધ કોચિંગ કરી રહ્યા હોવ છો તો તમે માત્ર એટલું જાણ છો કે તેની પાસે કંઈક એવું છે જે ઘણા અન્ય ખેલાડીઓ પાસે નથી. તેની પાસે બેટિંગમાં મેચને પલટવાની ક્ષમતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp