વર્લ્ડ કપની ભારતીય ટીમમાં કોણ પૂરી કરશે પંતની કમી? પોન્ટિંગે સૂચવ્યા 2 નામ

PC: outlookindia.com

ભારતમાં આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતના 2 વિકેટકીપર ઑપ્શનના નામ સૂચવ્યા છે. રિષભ પંતની ગેરહાજરીમાં ભારતીય ટીમે આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. ગયા વર્ષના અંતમાં રિષભ પંત એક કાર એક્સિડન્ટનો શિકાર થઈ ગયો હતો, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર થઈ ગયો છે, એવામાં ભારત તેના રિપ્લેસમેન્ટની શોધમાં છે. રિષભ પંત ઇજાગ્રસ્ત થયા બાદ કે.એલ. રાહુલે અત્યાર સુધી આ જવાબદારી સંભાળી છે, તો ઇશાન કિશન સતત ટીમનો હિસ્સો બની રહ્યો છે.

ધ ICC રિવ્યૂમાં સંજના ગણેશન સાથે વાત કરતા રિકી પોન્ટિંગે કહ્યું કે, ‘જુઓ મને લાગે છે કે તેઓ સાથે બન્યા રહેશે. વર્લ્ડ કપ ટીમમાં કે.એલ. રાહુલ નિશ્ચિત રૂપે હશે. મને લાગે છે કે ઇશાન કિશન નિશ્ચિત રૂપે વધુ એક ડાબા હાથના બેટિંગ વિકલ્પ આપવા માટે હોવો જોઈએ કેમ કે જો તમે ટોપ-3 વિકેટ જલદી ગુમાવી દો છો તો તમને સૂર્યકુમાર યાદવ ઉપર રવીન્દ્ર જાડેજા કે અક્ષર પટેલને મોકલવા પડશે કેમ કે એશ્ટન એગર જેવા બોલર જમણા હાથના બેટ્સમેનોને દૂર લઈને જશે.

તેમણે આગળ કહ્યું કે, રિષભ પંતની ગેરહાજરીમાં તે ઇચ્છશે કે મિડલ ઓર્ડરમાં એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હોય, જે મને  લાગે છે કે ઇશાન કિશન હોય શકે છે. પછી તે નંબર 4 પર આવે કે 5 પર. તમને મિડલ ઓર્ડરમાં એક ડાબોડી જોઈશે. મોટા ભાગની ટીમો પાસે ડાબા હાથના ઓફ સ્પિનર અને જમણા હાથના લેગ સ્પિનર છે. જો તમે મિડલ ઓર્ડરના બધા બેટ્સમેન જમણા હાથ સાથે રમશો તો તેમના માટે પરેશાની થઈ શકે છે. તો મને લાગે છે કે એ બંને વિકેટકીપર બેટ્સમેનોને પોતાની વર્લ્ડ કપ સ્ક્વોડમાં રાખશે અને ત્યારબાદ નક્કી કરશે કે બેટિંગ ક્રમ કેવો રાખવાનો છે.

તો રિકી પોન્ટિંગે એવા બે ખેલાડીઓના નામ જણાવ્યા છે જે આ વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન બનાવી શકે છે. આ બંને ખેલાડી હાલમાં ભારતીય ટીમ વિરુદ્ધ રમાયેલી વન-ડે સીરિઝનો હિસ્સો હતા. રિકી પોન્ટિંગને આશા છે કે, આ વર્ષે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપમાં દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને લેગ સ્પિનર એડમ જમ્પા તેમની ટીમ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્ટાર્કે હાલમાં ભારત વિરુદ્ધ 3 વન-ડે મેચ રમી હતી, જેમાંઆ તેણે 8 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp