
ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષે એક ભીષણ કાર અકસ્માતનો શિકાર થઇ ગયો હતો. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા બાદ તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તેને ત્યાંથી શિફ્ટ કરીને મુંબઇની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હેલ્થ અપડેટ પર ફેન્સની સતત નજર બનેલી રહે છે. ભારતીય ટીમનો આ વિસ્ફોટક બેટ્સમેન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC)ની કેપ્ટન્સી કરે છે. ટીમના હેડ કોચ રિકી પોન્ટિંગે તેને લઇને એક મોટી જાહેરાત કરી છે.
દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ ઇચ્છે છે કે, આગામી IPL સીઝન દરમિયાન ટીમનો નિયમિત કેપ્ટન રિષભ પંત અઠવાડિયાના સાતેય દિવસ ડગઆઉટમાં તેમની બાજુમાં બેસે. રિષભ પંત ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કાર દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, જેના કારણે તે IPLમાં રમી નહીં શકે. ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર અને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંતની સારવાર અત્યારે મુંબઇમાં ચાલી રહી છે. રિકી પોન્ટિંગે ICC સમીક્ષામાં કહ્યું કે, તમે તેના જેવા ખેલાડીની જગ્યા નહીં ભરી શકો. એ પ્રકારના ખેલાડી સરળતાથી ઉત્પન્ન થતા નથી, અમે તેની જગ્યાએ કોઇ વિકેટકીપર બેટ્સમેનને ટીમમાં રાખવા પર ધ્યાન આપી રહ્યા છીએ.
From one RP to another. The bond we love to see 💙#YehHaiNayiDilli pic.twitter.com/9nr5XyRefv
— Delhi Capitals (@DelhiCapitals) January 20, 2023
જો તે વાસ્તવમાં રમવા માટે શારીરિક રૂપે ફિટ નથી, છતા અમે ઇચ્છીશું કે તે ટીમ સાથે રહે. જો તે યાત્રા કરવામાં સક્ષમ થાય છે અને ટીમ સાથે રહે છે તો હું રોજ ડગઆઉટમાં તેની બાજુમાં બેસવાનું પસંદ કરીશ. હું નિશ્ચિત રૂપે એ સુનિશ્ચિત કરવા માગું છું કે માર્ચમાં શિબિરની શરૂઆત કરવા માટે જ્યારે અમે દિલ્હીમાં મળીશું તો જો તે ટીમ સાથે રહેવા સક્ષમ થાય છે તો હું ઇચ્છીશ કે તે પૂરો સમયે અમારી સાથે બન્યો રહે. ભારતીય ટીમે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ત્યારબાદ આ બંને ટીમો વચ્ચે જૂનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ રમાઇ શકે છે.
રિકી પોન્ટિંગે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતને પંતની અછત વર્તાશે. મને ખબર છે કે તે વર્લ્ડમાં ટોપ-6 કે 7 બેટ્સમેનોમાં સામેલ છે. એવું જ છે ને.’ રિષભ પંત ICC પુરુષ ટેસ્ટ રેન્કીંગમાં સાતમા નંબરે છે. પોન્ટિંગે કહ્યું કે, જ્યારે તેણે શરૂઆત કરી તો બધાને લાગ્યું કે તે ટેસ્ટ બેટ્સમેનની તુલનામાં T20 અને વન-ડેમાં સારો બેટ્સમેન હશે, પરંતુ વાસ્તવમાં થયું તેની વિરુદ્ધ. તેનો ટેસ્ટ ક્રિકેટનો રેકોર્ડ શાનદાર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચોની સીરિઝ થવાની છે અને આપણે જાણીએ છીએ કે તેણે પહેલી વખત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેવું પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટ જગતમાં એ સીરિઝમાં રમતા જોવા માગતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp