કેમરન ગ્રીનને ખબર હતી કે તેનો કેચ સંપૂર્ણ રીતે ક્લીન નહોતો: એલેક્સ કેરી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ના ચોથા દિવસે ભારતના ઑપનર બેટ્સમેન શુભમન ગિલની વિકેટ સૌથી વધુ ચર્ચાનો વિષય રહી. આખી દુનિયાના દિગ્ગજ ખેલાડી શુભમન ગિલની વિકેટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ શભમન ગિલની વિકેટને લઈને થઈ રહેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એલેક્સ કેરી એ સમયે કેમરન ગ્રીનની સૌથી નજીક હતો, જ્યારે તેણે શુભમન ગિલનો કેચ પકડ્યો. એલેક્સ કેરીએ શુભમન ગિલના કેચને એકદમ ક્લીન બતાવ્યો છે.
શું કહ્યું એલેક્સ કેરીએ?
એલેક્સ કરીએ કહ્યું કે, કેમરન ગ્રીન પણ એ વાત જાણતો હતો કે, તેનો કેચ પૂરી રીતે ક્લીન નથી કેમ કે મને જણાવ્યું હતું કે, મેં બૉલને જમીનની ખૂબ નજીકથી ઉઠાવ્યો છે, પરંતુ અમે ભાગ્યશાળી છીએ કે થર્ડ અમ્પાયરે યોગ્ય નિર્ણય આપ્યો. કેમરન ગ્રીનનો કેચ એકદમ ક્લીન હતો. નિશ્ચિત રૂપે ભારતીય બેટ્સમેનોને 6 રન પ્રતિ ઓવર દરથી રન બનાવતા જોવું અમારા માટે સારું નહોતું, પરંતુ અમારી પાસે ઘણા રન છે. ઓસ્ટ્રેલિયન વિકેટકીપરે આગળ કહ્યું કે, ચોથા દિવસે અમે નિયમિત અંતરે વિકેટ લઈને ભારતને બેકફૂટ પર મોકલી દીધું છે.
Alex Carey 🗣️ pic.twitter.com/fDevymyA07
— Crictips (@CrictipsIndia) June 10, 2023
તેણે કહ્યું કે, મેચના અંતિમ દિવસે અમે પ્રયાસ કરી કે 2 વિકેટ જલદી લઈ લઈએ જેથી ભારત પર વધુ દબાવ નાખી શકાય. એલેક્સ કેરીએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં મિચેલ સ્ટાર્ક સાથે મળીને સાતમી વિકેટ માટે 93 રનની પાર્ટનરશિપ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમની બીજી ઇનિંગની 8મી ઓવરમાં શુભમન ગિલ સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો. શુભમન ગિલનો કેચ સ્લીપ પર ઉપસ્થિત કેમરન ગ્રીને પકડ્યો હતો, પરંતુ ફિલ્ડ અમ્પાયર ગ્રીનનના કેચથી પૂરી રીતે સંતુષ્ટ નહોતા.
એટલે તેમણે થર્ડ અમ્પાયરની મદદ માગી હતી, પરંતુ થર્ડ અમ્પાયરે શુભમન ગિલને આઉટ આપી દીધો. જ્યારે ટીવી રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે કેમરન ગ્રીનનો કેચ પૂરી રીતે ક્લીન નહોતો. રિપ્લેમાં બૉલ ગ્રાઉન્ડને સ્પર્શતો નજરે પડી રહ્યો હતો. શુભમન ગિલની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સે થર્ડ અમ્પાયર પર ખૂબ ગુસ્સો કાઢ્યો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલની વાત કરીએ તો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં 209 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp