ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ ઈમોશનલ થયો રિંકુ સિંહ, બોલ્યો-માતાએ ઉધાર લઈને..

PC: twitter.com/BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને આયરલેન્ડ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. 18 ઑગસ્ટ (શુક્રવાર)ના રોજ વરસાદથી પ્રભાવિત પહેલી T20 મેચમાં રિંકુ સિંહની બેટિંગ ન આવી. જો કે, ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવા સાથે જ રિંકુ સિંહ અને તેના પરિવારનું સપનું સાકાર થઈ ગયું. રિંકુ સિંહ અને તેના પરિવારે આ દિવસ માટે ખૂબ મહેનત કરી હતી.

રિંકુ સિંહે જિયો સિનેમાને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે, પરિવારે તેને ખૂબ સપોર્ટ કર્યો છે. રિંકુ સિંહે પોતાની માતા બાબતે વાત કરતા કહ્યું કે, માતા હંમેશાં મને કહેતી હતી કે જો ભારતીય ટીમ માટે રમવું હોય તો સખત મહેનત કર. આજે તેનું આ સપનું પૂરું થઈ ગયું. પરિવારે મારા કરિયરમાં ખૂબ મદદ કરી છે. જ્યારે પૈસા નહોતા તો માતા લોકો પાસે ઉધાર લઈને મારી મદદ કરતી હતી. હું આજે જે પણ છું તે પોતાના પરિવારના કારણે છું. મેં પોતાના પરિવારમાં ગરીબીની માર જોઈ છે અને હું તેમને ક્રિકેટના માધ્યમથી એ ગરીબીથી બહાર લાવવા માગતો હતો અને આ જ વસ્તુ મને મહેનત કરવા માટે હંમેશાં પ્રોત્સાહિત કરતી રહી હતી.

રિંકુ સિંહે IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી સૌથી વધુ 474 રન બનાવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે જોડાયેલા સવાલના જવાબમાં રિંકુએ કહ્યું કે, મારી મહેનત એવી જ રહેશે, પરંતુ પ્રેશર જરા વધુ થઈ જશે. મેં જે IPLમાં કર્યું, તેને જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરવાનો પ્રયાસ કરીશ. બેટિંગ દરમિયાન હું પોતાને શાંત રાખીશ અને ટીમ તરફથી જે રોલ આપવામાં આવશે, તેના પર ફોકસ કરીશ. મેં પહેલો ગોલ એટલે કે ભારતીય ટીમમાં સિલેક્ટ થવાનું હાંસલ કરી લીધો છે.

તેણે આગળ કહ્યું કે, હવે અહીથી હું ટીમ માટે પોતાના 100 ટકા આપીશ અને જેટલી લાંબુ થઈ શકે ટીમ સાથે જોડાવાનો પ્રયાસ કરીશ. ઉલ્લેખનીય છે કે રિંકુ સિંહની પસંદગી ચીનના હાંગ્જોમાં 23 સપ્ટેમ્બરથી થનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ થઈ છે. IPLમાં શાનદાર પ્રદર્શન કરવાના કારણે બધાને એવી આશા હતી કે રિંકુ સિંહની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરિઝમાં થઈ જશે, પરંતુ એ સીરિઝ માટે રિંકુને ચાંસ ન મળ્યો, થોડા મોડેથી જ પરંતુ રિંકુને ભારતીય જર્સી પહેરવાનો અવસર જરૂર મળ્યો. હવે આયરલેન્ડ વિરુદ્ધ મેચ માટે રિંકુ સિંહનું સિલેક્શન થવા પર તેની ફેમિલી ખૂબ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp