ડ્રોપ કે ઇજાગ્રસ્ત? પંત સાથે શું થયું, શ્રીલંકા સીરિઝથી કેમ કરવામાં આવ્યો બહાર

PC: mensxp.com

ભારતીય ટીમે નવા વર્ષેના પહેલા જ અઠવાડિયામાં પોતાના ઘર આંગણે શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝ રમવાની છે. તેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેમાં બોર્ડે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ નિર્ણય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમાંથી બહાર કરવાનો છે. રિષભ પંતને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 બંને જ સીરિઝમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી.

મોટી વાત એ પણ છે કે, BCCIએ પોતાની પ્રેસ જાહેરાતમાં રિષભ પંતને બહાર કરવાનું પણ કોઇ કારણ સ્પષ્ટ કર્યું નથી. એવામાં ફેન્સના મનમાં એ સવાલ ઉઠવા લાગ્યા છે કે રિષભ પંતને ડ્રોપ કરવામાં આવ્યો છે કે તે ઇજાગ્રસ્ત છે કે તેનું સિલેક્શન થયું નથી? પરંતુ જાણકારોનું કહેવું છે કે રિષભ પંત હકીકતમાં ઇજાગ્રસ્ત છે. આ જ કારણ છે કે તેને બંનેમાંથી કોઇ પણ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી.

કહેવામાં આવ્યું છે કે રિષભ પંતને ઘૂંટણમાં ઇજા થઇ છે. આ જ કારણ છે કે રિષભ પંતને સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે મોકલવામાં આવી રહ્યો છે. રિહેબિલિટેશન બાદ રિષભ પંત ક્યાં સુધીમાં સારો થઇ શકશે, તેની પણ અત્યાર સુધી કોઇ જાણકારી મળી શકી નથી. ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પોતાના ઘર આંગણે 3 T20 અને પછી એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. ત્યારે પણ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ રમશે.

એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે રિષભ પંતને ટીમમાં જગ્યા મળી શકે છે. રિષભ પંતે ગત મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુર ટેસ્ટમાં 93 રન બનાવ્યા હતા. પહેલા ચટગાંવ ટેસ્ટમાં 46 રન બનાવ્યા હતા, પરંતુ આ મેચના બરાબર પહેલા રિષભ પંતની 8 મેચોની 7 ઇનિંગને જોઇએ તો તે પૂરી રીતે ફ્લોપ નજરે પડ્યો હતો. આ ઇનિંગમાં રિષભ પંત એક વખત પણ 20 રનનો આંકડો સ્પર્શી શક્યો નહોતો.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

શ્રીલંકાના ભારત પ્રવાસનું શેડ્યૂલ:

પહેલી T20 મેચ: 3 જાન્યુઆરી, મુંબઇ.

બીજી T20 મેચ: 5 જાન્યુઆરી, પૂણે.

ત્રીજી T20 મેચ: 7 જાન્યુઆરી, રાજકોટ.

પહેલી વન-ડે મેચ: 10 જાન્યુઆરી.ગુવાહાટી.

બીજી વન-ડે મેચ: 12 જાન્યુઆરી, કોલકાતા.

ત્રીજી વન-ડે મેચ: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp