26th January selfie contest

રિષભ પંતનું આવ્યું નવું હેલ્થ અપડેટ, પરિવારના નજીકનાએ આપી મહત્ત્વની જાણકારી

PC: khabarchhe.com

ક્રિકેટર રિષભ પંતની કાર શુક્રવારે રોડ અકસ્માતનો શિકાર થઇ ગઇ અને તેમાં ભારતીય ટીમનો વિકેટકીપર બાલ-બાલ બચી ગયો. તેના સ્વાસ્થ્યમાં હવે ઘણો સુધાર છે અને ડૉક્ટરોએ અત્યાર સુધી નક્કી કર્યું નથી કે તેને કોઇ બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવાનો છે કે નહીં. રિષભ પંતના પારિવારિક મિત્રો અને અન્ય લોકોએ હૉસ્પિટલમાં તેની સાથે મુલાકાત બાદ આ વાત કહી છે. રિષભ પંતની માતા સરોજ પંત અને લંડનથી આવેલી બહેન સાક્ષી હૉસ્પિટલમાં તેની સાથે છે.

દિલ્હી અને જિલ્લા ક્રિકેટર સંઘ (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્મા, બોલિવુડ એક્ટર અનિલ કપૂર અને અનુપમ ખેરે મેક્સ હૉસ્પિટલમાં રિષભ પંત સાથે મુલાકાત કરી હતી. પરિવાર સાથે હૉસ્પિટલમાં સતત રહેતા ઉમેશ કુમારે કહ્યું કે, તેને કોઇ બીજી હૉસ્પિટલ શિફ્ટ કરવાની હાલમાં તો કોઇ યોજના બનાવી નથી. તેના સ્વાસ્થ્યમાં કાલથી ખૂબ સુધાર આવ્યો છે. તેના માથાની પ્લાસ્ટિક સર્જરી શુક્રવારે જ કરી લેવામાં આવી હતી. પહેલી ડ્રેસિંગ શનિવારે થઇ છે.

રિષભ પંત એ સમયે બાલ-બાલ બચી ગયો જ્યારે તેની લક્ઝરી કાર શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઇવે પર રોડના ડિવાઇડર સાથે ટકરાયાં બાદ તેણે આગ પકડી લીધી. તે પોતાની માતાને સરપ્રાઇઝ આપવા માટે રુડકી જઇ રહ્યો હતો. ઉમેશે કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડૉક્ટર સતત મેક્સ હૉસ્પિટલના ડૉક્ટરોના સંપર્કમાં છે અને આ બાબતે નિર્ણાયત લેશે કે તેને ક્યાંક દૂર શિફ્ટ કરવાની જરૂરિયાત છે કે નહીં. તો DDCAના ડિરેક્ટર શ્યામ પ્રસાદે રિષભ પંત સાથે મુલાકાત કર્યા બાદ સંવાદદાતાઓને કહ્યું કે, અહીં ચિકિત્સકો દ્વારા રિષભ પંતની સારી દેખરેખ કરવામાં આવી રહી છે.

BCCI પણ તેના સંપર્કમાં છે, તેની હાલત પર તાજી જાણકારીઓ લઇ રહ્યું છે. હાલમાં તેને અહીં જ રાખવામાં આવશે. એક સવાલના જવાબમાં શ્યામ શર્માએ કહ્યું કે, રિષભ પંતે તેમને જણાવ્યું કે અંધારું હતું અને દુર્ઘટના એ સમયે થઇ જ્યારે તે એક ખાડાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હૉસ્પિટલથી બહાર નીકળ્યા બાદ અનિલ કપૂરે કહ્યું હતું કે, રિષભ પંતની સ્થિતિ સારી છે.

તેમણે કહ્યું કે, અમે તેના ફેન્સના રૂપમાં મળ્યા. આવો આપણે બધા પ્રાર્થના કરીએ કે તે જલદી સારો થઇ જાય અને આપણે તેને ફરીથી રમતો જોઇએ. અનિલ કપૂર સાથે પંતને મળવા પહોંચેલા અનુપમ ખેરે કહ્યું હતું કે, એ બંનેએ યુવા ક્રિકેટરને ખૂબ હસાવ્યો. બધુ બરાબર છે. અમે રિષભ પંત, તેની મા અને સંબંધીઓને મળ્યા. તેઓ બધા સારા છે. અમે તેમને ખૂબ હસાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp