
ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ગયા મહિને એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તેને પહેલા દેહરાદૂન સ્થિતિ મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પછી એરલિફ્ટ કરીને મુંબઇ લઇ જવામાં આવ્યો હતો. હાલમાં તે મુંબઇની કોકીલાબેન હૉસ્પિટલમાં એડમિટ છે. રિષભ પંતને લઇને સતત અપડેટ જાહેર થતા રહે છે અને હવે નવા અપડેટમાં ડૉક્ટરોએ ફેન્સ માટે મોટા ગુડ ન્યૂઝ આપ્યા છે, જેથી આશા વધી છે કે શું રિષભ પંત જલદી જ મેદાન પર દેખાઇ શકે છે.
ડૉક્ટરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવા હેલ્થ અપડેટને લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ જણાવ્યું કે, રિષભ પંતના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધાર થઇ રહ્યો છે અને તે સ્વસ્થ થઇ રહ્યો છે. BCCIએ જણાવ્યું કે જલદી જ રિષભ પંતને ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે. BCCIના એક અધિકારીએ કહ્યું કે, ‘રિષભ પંતને એક મહિનામાં વધુ એક સર્જરીની જરૂરિયાત હશે. તેનો નિર્ણય ડૉક્ટરો જ કરશે કે બીજી સર્જરી ક્યારે થશે. BCCIની મેડિકલ ટીમ સતત ડૉક્ટરો અને હૉસ્પિટલ મેનેજમેન્ટના સંપર્કમાં છે.
તેમણે આગળ કહ્યું કે, અમને આશા છે કે તે જલદી જ મેદાન પર વાપસી કરશે. દિલ્હીથી પોતાના ઘર રુડકી જતી વખત 30 ડિસેમ્બરના રોજ રિષભ પંતનું કાર એક્સિડન્ટ થઇ ગયું હતું. ત્યારબાદ રિષભ પંતને ઘણી ગંભીર ઇજાઓ થઇ હતી, જેના કારણે તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ ત્યાંથી એરલિફ્ટ કરીને મુંબઇની કોકીલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો અને ત્યારથી તેની સારવાર કરવામાં આવી રહી છે અને ડૉક્ટરોનું કહેવું છે કે ક્રિકેટર ઝડપથી રિકવર થઇ રહ્યો છે.
અકસ્માત બાદ રિષભ પંતે જણાવ્યું હતું કે તે વિન્ડ કાર તોડીને બહાર આવ્યો હતો અને ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટના રુડકી પાસે ગુરુકુળ નારસન એરિયામાં થઇ હતી. રિષભ પંત કારમાં એકલો જ હતો અને પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેને ડ્રાઇવિંગ કરતી વખત ઝોકું આવી ગયું હતું જેના કારણે આ અકસ્માત થઇ ગયો. જ્યારે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્માએ જણાવ્યું હતું કે રાત્રીનો સમય હતો. તો કંઇક ખાડા જેવું આવી ગયું હતું, તેને બચાવવાના ચક્કરમાં થયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp