રિષભ પંતની ગાડીનું એક્સિડન્ટ, ડિવાઈડર સાથે ટકરાઇ કાર, શરીર પર ગંભીર ઇજા

PC: Aajtak.in

ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સ રિષભ પંતની કારનું એક્સિડેન્ટ થઈ ગયું છે. તેમાં તેને ઘણી ઇજાઓ થઈ છે. આ એક્સિડેન્ટ રુડકી ફરતી વખત રુડકીના ગુરુકુળ નારસન વિસ્તારમાં થઈ છે. રિષભ પંતની કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ગંભીર ઇજાઓ નજરે પડી રહી છે. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે ટકરાઇ ગઈ હતી.

અકસ્માત બાદ તેની કારમાં ભીષણ આગ લાગી ગઈ. અકસ્માત બાદ રિષભ પંતને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ રિષભ પંતના પગમાં ગંભીર ઇજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. રિષભ પંત સાથે થયેલા કાર એક્સિડેન્ટના ઘણા ફોટો અને વીડિયો સામે આવ્યા છે. રિષભ પંતના હૉસ્પિટલમાં દાખલ થયાના ફોટો પણ જોઈ શકાય છે. ડૉક્ટરે જણાવ્યું કે, રિષભ પંતના પગમાં ગંભીર ઇજા થઇ છે. શરીર પર ઘણી જગ્યાએ ગંભીર ઇજા છે. હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે.

એક રિપોર્ટ મુજબ, રિષભ પંતના માથા અને પગના ભાગે ઇજા થઈ છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અધિક્ષક દેહાત સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિની જાણકારી લીધી. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ રિષભ પંતની કાર રેલિંગ સાથે ટકરાઇ ગઈ અને પછી કારમાં આગ લાગી ગઈ.  જાણકારો મુજબ રિષભ પંતનું ફ્રેકચર થઈ ગયું છે. એવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર થઈ શકે છે.

હાલમાં જ તેને ભારતીય ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રિષભ પંતને શ્રીલંકા વિરુદ્ધ આયોજિત થનારી T20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. એવા સમાચાર આવ્યા હતા કે તેના ઘૂંટણમાં ઇજા હતી અને BCCIએ તેને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં રિપોર્ટ કરવા કહ્યું છે. રિહેબ બાદ રિષભ પંત ક્યાં સુધીમાં સારો થઈ શકશે તેની પણ અત્યાર સુધી જાણકારી મળી નહોતી. હવે આ અકસ્માત બાદ રિષભ પંતની મુશ્કેલીઓ હજુ વધી ગઈ છે. તેનું જલદી વાપસી કરવું મુશ્કેલ થતું દેખાઈ રહ્યું છે.

રિષભ પંતનું કરિયર:

33 ટેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 43.7ની એવરેજ અને 73.6ની સ્ટ્રાઈક રેટથી 2,271 રન બનાવ્યા છે.

30 વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 34.6ની એવરેજ અને 106.7ની સ્ટ્રાઈક રેટથી 865 રન બનાવ્યા છે.

66 T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 22.4ની એવરેજ અને 126.4ની સ્ટ્રાઈક રેટથી 987 રન બનાવ્યા છે.

98 IPL મેચોમાં 34.6ની એવરેજ અને 148ની સ્ટ્રાઈક રેટથી 2,838 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp