રિષભ પંતની આ ભૂલ પડી ગઈ દિલ્હી પર ભારી? DRSની ચૂકના કારણે હારી DC

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 16મી મેચ બુધવાર એટલે કે 3 એપ્રિલની રાત્રે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે પહેલા બેટિંગ કરતા 272 રનોનો વિશાળ સ્કોર ઊભો કરીને મેચ 106 રનોથી પોતાના નામે કરી. કોલકાતાની આ જીતના ઘણા હીરો રહ્યા, પરંતુ શું તમે જાણો છો કે કોલકાતાને આ વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં રિષભ પંતનો પણ ખૂબ મોટો હાથ હતો? જી હા, રિષભ પંતની એક ચૂંકના કારણે દિલ્હી કેપિટલ્સને બેકફૂટ પર ધકેલી દીધી અને કોલકાતાની ટીમ 272ના આ વિશાળ સ્કોર સુધી પહોંચી શકી. આવો જાણીએ રિષભ પંતની આ ભૂલ બાબતે.

કોલકતાને 272 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વનો રોલ ઓપનર બેટ્સમેન સુનિલ નરીને ભજવ્યો હતો. તેણે 7 ફોર અને એટલા જ સિક્સની મદદથી 39 બૉલમાં 85 રનોની શાનદાર ઇનિંગ રમી, પરંતુ સુનિલ નરીનની આ ઇનિંગ 24 રન પર જ સમાપ્ત થઈ શકતી હતી, પરંતુ સમય રહેતા રિષભ પંતે DRSનો નિર્ણય ન લીધો અને તેનું પરિણામ ટીમે ભોગવવું પડ્યું. ઇનિંગની ચોથી ઓવરમાં ઈશાંત શર્માએ સુનિલ નરીનને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. ઈશાંત શર્માનો ચોથી બૉલ સુનિલ નરીનના બેટનો કિનારો લઈને વિકેટકીપરના ગ્લવ્સમાં ગયો હતો.

ન તો વિકેટકીપરને અને ન તો બોલરને એ બાહ્ય કિનારાનો અનુભવ થયો. અપીલ કર્યા વિના બધા ખેલાડી પોત પોતાની પોઝિશન પર પાછા ફરી ગયા. ત્યારે મિચેલ માર્શે અપીલ કરી. તેણે કેપ્ટન રિષભ પંતને રિવ્યૂ લેવા પણ કહ્યું. રિષભ પંત જ્યાં સુધી મિચેલ મર્શની વાત સમજી શકતો અને રિવ્યૂ લેવાનો નિર્ણય કરતો ત્યાં સુધી DRSનો ટાઈમ નીકળી ચૂક્યો હતો. ત્યારબાદ જ્યારે રિપ્લે સામે આવી તો જોવા મળ્યું કે સુનિલ નરીનના બેટ પર બૉલ લાગ્યો હતો. જો રિષભ પંત એ સમય DRS લેવાનો નિર્ણાય લેતો તો સુનિલ નરીનની ઇનિંગ 24 રન પર જ સમેટાઇ જતી અને કોલકાતા આટલા વિશાળ ટોટલ સુધી પહોંચી ન શકતી.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે મેચ બાદ કહ્યું કે, મને લાગે છે કે અહી ખૂબ અવાજ હતો. તો સ્ક્રીન પર ટાઈમર દેખાઈ ન શક્યું અને સ્ક્રીન સાથે કંઈક સમસ્યા પણ હતી, પરંતુ કેટલીક વસ્તુ છે જેને તમે નિયંત્રિત કરી શકો છો, કેટલીક વસ્તુ છે જેને તમે કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, કોલકતાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા, જ્યારે 273 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રન પર જ સમેટાઇ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp