રિષભ પંત IPL રમી શકશે કે નહીં? થઇ ગયું ફાઇનલ, સૌરવ ગાંગુલીએ આપી માહિતી

PC: zeenews.india.com

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત IPL 2023માંથી બહાર થઈ ગયો છે. રિષભ પંતની હજુ પણ સારવાર ચાલી રહી છે અને ટીમના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ માહિતી આપી છે કે હવે રિષભ પંત IPLની આગામી સિઝનમાં ભાગ લઈ શકશે નહીં. તેના બહાર નીકળવાના કારણે દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ફટકો પડ્યો છે.

વાસ્તવમાં રિષભ પંતનો 30 ડિસેમ્બરે અકસ્માત થયો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની કાર પલટી ગઈ હતી અને આગ લાગી હતી. આમાં પંત ખરાબ રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. આ જ કારણ છે કે રિષભ પંત હવે IPLની આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

સૌરવ ગાંગુલીની તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેણે માહિતી આપી હતી કે પંત હવે IPLની આ સિઝનમાં રમી શકશે નહીં. સૂત્રો સાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું, રિષભ પંત IPL માટે ઉપલબ્ધ રહેશે નહીં. ટીમ માટે આ એક શાનદાર IPL હશે અને અમે સારું પ્રદર્શન કરીશું પરંતુ રિષભ પંતની ગેરહાજરી ટીમ પર ચોક્કસપણે અસર કરશે.

જ્યારે, આ અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે, રિષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. એવા પણ સમાચાર છે કે સરફરાઝ ખાન આગામી સિઝનમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે.

વોર્નર ઉપરાંત ભારતીય નામ પર નજર કરીએ તો યુવા ખેલાડી પૃથ્વી શો પણ કેપ્ટનશીપનો દાવેદાર બની શકે છે. ભારતની અંડર-19 ટીમ શૉની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીતી ચૂકી છે, તથા તેની પાસે IPLમાં રમવાનો 3-4 વર્ષનો અનુભવ પણ છે.

રિષભ પંતની ઈજા વિશે વાત કરીએ તો તેને રમતના મેદાનમાં પાછો ફરવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ હવે તેની સારવાર BCCIની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા કોકિલાબેન હોસ્પિટલમાં તેમના ઘૂંટણનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ પંતનું આ ઓપરેશન સફળ રહ્યું હતું. હવે સૌથી મોટો સવાલ એ છે કે તે ક્યાં સુધી મેદાનમાં પરત ફરશે. તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સે પણ ટૂંક સમયમાં નવા કેપ્ટનની જાહેરાત કરવી પડશે.

અહીં તમને જણાવી દઈએ કે, રિષભ પંતને IPL 2021 દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની કપ્તાનીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી. જોકે દિલ્હીની ટીમ ક્વોલિફાયર મેચમાં KKR સામે હારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp