ભારતને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા સીરિઝમાં નહીં રમે પંત, કોને મળશે એન્ટ્રી

PC: abplive.com

કાર અકસ્માત પછી ઋષભ પંતના લિગામેન્ટ ટીયર અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ જો BCCIના સૂત્રોની માનીએ તો તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 4 ટેસ્ટ મેચની સીરિઝમાં રમી શકશે નહીં તેનાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયામાં ઘણા યુવાન પ્લેયર્સ છે, જે ટેસ્ટ મેચમાં પંતની જગ્યાએ રમી શકે છે. ઋષભ પંત ક્રિકેટથી લાંબા સમય માટે બહાર થઈ શકે છે અને આ સમયે કોઈ પણ તારીખ કહેવી જલ્દબાજી કહેવાશે.

નવી પસંદગી સમિતી માટે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી માટે 2 વિકેટકીપર બેટ્સમેનની પસંદગી સૌથઈ મોટી ચેલેન્જમાંથી એક છે. ભારતીય ટેસ્ટ વિકેટકીપરના સ્થાન માટે અચાનક દોડ શરૂ થઈ જશે અને એ જોવું દિલચસ્પ હશે કે નવ ફેબ્રુઆરીથી નાગપુરમાં થનારી ટેસ્ટ સીરિઝમાં રમવા માટે 3 ખેલાડીઓ કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ અને સફેદ બોલનો એક્સપર્ટ ઈશાન કિશનમાંથી કોને પસંદ કરવામાં આવે છે. ઋષભ પંત શુક્રવારને સવારે દિલ્હીથી રુડકી જતા પોતાની મર્સીડિઝ કાર પર નિયંત્રણ ગુમાવી બેઠો હતો, જેનાથી કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

તેનો હાલમાં મેક્સ દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે. જોકે એક્સ-રે અને સીટી સ્કેનના રિપોર્ટમાં ઘણા ફ્રેક્ચર, માથા પર અને કરોડરજ્જુમાં કોઈ ઈજા થઈ નથી. પરંતુ ઘૂંટણ અને લિગામેન્ટ ટીયરના કારણે તે નિશ્ચિત રૂપથી ઘણા સમય સુધી ક્રિકેટમાંથી બહાર રહેશે અને આ સમય બે થી છ મહિના સુધીનો હોઈ શકે છે, જે લિગામેન્ટ ટીયરના ગ્રેડ પર નિર્ભર કરે છે. BCCIના સૂત્રોના એક સૂત્રએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને કહ્યું છે- હજુ ઘણો સોજો છે, જેનાથી ટખના અને ઘૂંટણનું પણ MRI કરવામાં આવશે. એક વખત તે યાત્રા માટે ફિટ થઈ જાય છે તો મુંબઈ આવશે, જ્યાં તે બોર્ડની પેનલમાં સામેલ ડૉક્ટર દિનશા પારદીવાલાના નિરીક્ષણમાં થશે.

નવી પસંદગીની સમિતિ પાસે 3 ઓપ્શન રહેશે. ક્યાં તો ભારત-એના 2 વિકેટ કીપર કેએસ ભરત અને ઉપેન્દ્ર મુખ્ય ટીમમાં સામેલ થશે અથવા પછી વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ટીમમાં જગ્યા બનાવશે. કેએસ ભરત ઘણો જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે પહેલા પણ ઘણી ટુરમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો બની ચૂક્યો છે. તેની વિકેટકીપીંગ સ્કીલ પણ કમાલની છે. તે IPLમાં RCB ટીમને ઘણી મેચ જીતાવી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp