રિષભ પંતની વાપસીને લઈને સામે આવ્યું અપડેટ, BCCI વર્લ્ડ કપ પહેલા...
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ગયા વર્ષના અંતમાં એક રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે આ ખેલાડી લાંબા સમયથી ક્રિકેટની રમતથી દૂર થઈ ગયો હતો. ક્રિકેટ ફેન્સને રિષભ પંતની રાહ ઘણા લાંબા સમયથી છે. તો તેની વાપસીને લઈને હવે સારા સમાચાર આવ્યા છે. રિષભ પંત પોતાની ઇજાથી ખૂબ જ તેજીથી રિકવર કરી રહ્યો છે અને હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેને વર્લ્ડ કપ અગાઉ ફિટ કરવાનો પ્રયાસ કરી રહી છે.
રિષભ પંતની તેજીથી રિકવરે BCCI અને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના મેડિકલ સ્ટાફને હેરાન કરી દીધા છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, BCCI રિષભ પંતના રિહેબિલિટેશનમાં તેજી લાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેને આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, રિકવરીની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલવાની સંભાવના છે. રિષભ પંતનો એક વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં રિષભ પંત સ્ટિક વિના ચાલી રહ્યો હતો અને કોઈના સહારા વિના તે પગથિયાં ચડતો નજરે પડ્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે, રિષભ પંત પોતાનું રિહેબને એક્વા થેરેપી, સ્વિમિંગ અને ટેબલ ટેનિસ સાથે પૂરું કરી રહ્યો છે. રિષભ પંત અંતિમ વખત ડિસેમ્બર 2022માં ભારતના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન રમતો નજરે પડ્યો હતો. મેદાનથી દૂર રહેવું રિષભ પંત માટે એક મોટી નિરાશા રહી. જો કે, એવા સમાચાર છે કે તે પોતાને વ્યસ્ત અને સકારાત્મક રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ અત્યારે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે રિષભ પંત વર્લ્ડ કપ માટે પૂરી રીતે ફિટ થઈ શકશે કે નહીં.
રિષભ પંતની કમી ક્રિકેટ ફેન્સને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલમાં પણ અનુભવાઈ હતી. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 209 રનથી શરમજનક રીતે હારનો સામનો કરવો પડ્યો. ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમયથી રિષભ પંત ભારતીય ટીમનો સૌથી મોટો મેચ વિનર રહ્યો છે. ખાસ કરીને વિદેશમાં તેની રમત અલગ લેવલની રહે છે. એવામાં તેની વાપસીની રાહ દરેક ક્રિકેટ ફેન જોઈ રહ્યો છે. ખેર હવે જોવાનું એ રહેશે કે પંત ક્યારે મેદાનમાં વાપસી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp