આ ભારતીય મહિલા ક્રિકેટર સાથે ઋતુરાજ ગાયકવાડ લગ્ન કરશે, જાણો કોણ છે?

PC: twitter.com/iRuturajGaikwad

ભારતીય ક્રિક્રેટર અને cskનો ખેલાડી ઋતુરાજ ગાયકવાડ તેની ગર્લફ્રેન્ડ સાથે જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા માટે જઇ રહ્યો છે. લાંબા સમયથી જે ગર્લફ્રેન્ડ સાથે ગાયકવાડ પ્રેમમાં હતો તે યુવતી પોતે ભારતીય મહિલા ક્રિક્રેટ ટીમની ખેલાડી છે. આગામી બે દિવસમાં ઋતુરાજ ગાયકવાડ તેની પ્રેમિકા ઉત્કર્ષા પવાર સાથે લગ્ન કરવાનો છે. IPLની ઇનિંગ પુરી થતાની સાથે હવે લગ્ન જીવનની પોતાની નવી ઇનિંગ શરૂ કરશે.

ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના દિગ્ગજ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે, જો અહેવાલોનું માનીએ તો, ઋતુરાજ 3 જૂને લગ્ન કરવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, CSKએ IPL 2023નો ખિતાબ જીત્યા બાદ ઋતુરાજે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી, જેમાં તેની સાથે તેની ગર્લફ્રેન્ડની તસવીર પણ જોવા મળી હતી. જે છોકરી સાથે ઋતુરાજની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, તે છોકરીનું નામ છે. ઉત્કર્ષા પવાર, જે પોતે એક મહિલા ક્રિકેટર છે.

ઉત્કર્ષા મહારાષ્ટ્ર વતી ક્રિકેટ રમે છે અને 24 વર્ષની આ ખેલાડી જમણા હાથની મીડિયમ પેસ બોલર છે. તેણીએ મહારાષ્ટ્ર માટે 2021માં લિસ્ટ A ક્રિકેટ રમી છે. 2021 થી ઉત્કર્ષાને મહારાષ્ટ્ર તરફથી રમવાની તક મળી નથી. ગાયવકવાડની ગર્લફ્રેન્ડ અને હવે પત્ની બનનારી ઉત્કર્ષાએ 11 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે પુણેની રહેવાસી છે અને અહીંથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સમાં પણ અભ્યાસ કરી રહી છે.

IPL 2023ની ફાઈનલ દરમિયાન તે સ્ટેડિયમમાં હાજર હતી અને ચેન્નાઈને સપોર્ટ કરી રહી હતી. તેની અને ગાયકવાડની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બાદમાં તેણે અને ઋતુરાજે ધોની સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. IPL ટ્રોફી સાથે ફોટો પણ લીધો હતો.

ઋતુરાજે IPL 2024માં શાનદાર રમત બતાવી અને 16 મેચમાં કુલ 590 રન બનાવ્યા. ગાયકવાડે આ સિઝનમાં 4 અડધી સદી પણ ફટકારી છે. CSKને IPLની ફાઇનલમાં પહોંચવામાં ઋતુરાજનું પ્રદર્શન મહત્ત્વનું હતું. તમને જણાવી દઈએ કે ઋતુરાજને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં સ્ટેન્ડબાય તરીકે સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ક્રિકેટરે BCCIને પોતાના લગ્ન વિશે જણાવીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp