પેલેસ્ટાઈનના સમર્થનમાં રિઝવાન! વર્લ્ડ કપ વચ્ચે ગાઝા પર ટિપ્પણી, કાર્યવાહીની માગ

PC: jansatta.com

ODI વર્લ્ડ કપ 2023ની વચ્ચે 'ઈઝરાયેલ અને હમાસ' વચ્ચે ચાલી રહેલી લડાઈ પણ આવી ગઈ છે. આ વર્લ્ડ કપ ભારતની યજમાનીમાં રમાઈ રહ્યો છે. દરમિયાન મંગળવારે એક શાનદાર મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું.

આ મેચમાં પાકિસ્તાનના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી હતી. રિઝવાને 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે શફીકે 113 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી.

 

આ મેચ પછી રિઝવાને બુધવારે (11 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી અને ગાઝાને યાદ કરીને વર્લ્ડ કપની મધ્યમાં 'ઈઝરાયેલ-હમાસ'ની લડાઈને લઇ આવ્યો હતો. રિઝવાને તેની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી છે.

X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા રિઝવાને લખ્યું, 'આ (સદી) ગાઝાના અમારા ભાઈઓ અને બહેનો માટે છે. આ જીતમાં ફાળો આપીને ખૂબ જ ખુશ છું. આનો શ્રેય આખી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે.'

અહીં તમને જણાવી દઈએ કે, હમાસના લડવૈયાઓએ ગયા અઠવાડિયે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 900થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પછી ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી હતી.

 

પોતાની પોસ્ટમાં રિઝવાને ભારતમાં પાકિસ્તાની ટીમની આતિથ્ય સત્કારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિઝવાન હૈદરાબાદની મહેમાનગતિથી ઘણો ખુશ છે અને તેણે તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે. રિઝવાને તેની પોસ્ટમાં આગળ લખ્યું, 'હું હૈદરાબાદના લોકોનો આતિથ્ય અને અદ્ભુત સમર્થન માટે આભારી છું.'

અહીં તમને જણાવી દઈએ કે, 2019 ODI વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ આપણી ઈન્ડિયન આર્મીને સપોર્ટ કરતી વખતે ખાસ લોગોવાળા ગ્લોવ્સ પહેરીને આવ્યા હતા. ધોનીએ વિકેટ કીપિંગ માટે જે ગ્લોવ્સ પહેર્યા હતા તેના પર ભારતીય સેનાનો 'સેક્રિફાઈસ બેજ' હતો. ત્યારબાદ ICCએ આના પર કાર્યવાહી કરી અને લોગો હટાવવા માટે કહ્યું. હવે ચાહકો તેને તે જ યાદ અપાવી રહ્યા છે અને રિઝવાન સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ICC ઈવેન્ટની વચ્ચે કોઈ પણ રાજકીય નિવેદન કે એવું કોઈ કામ સ્વીકાર્ય નથી. ICC સ્પષ્ટપણે માને છે કે, ક્રિકેટરોએ તેની ઇવેન્ટમાં રાજકીય સંકેતોથી દૂર રહેવું જોઈએ. જો આવી કોઈ પ્રવૃત્તિ જણાશે તો કાર્યવાહી થઈ શકે છે. 2019ના વર્લ્ડ કપમાં ધોની સાથે આવું બન્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલી સાથે પણ આવી જ ઘટના બની હતી.

2014માં, મોઈને ભારત સામેની સાઉધમ્પ્ટન ટેસ્ટમાં 'સેવ ગાઝા' અને 'ફ્રી પેલેસ્ટાઈન' લખેલા રિસ્ટબેન્ડ પહેર્યા હતા. ત્યારપછી ICCએ કાર્યવાહી કરી અને તેને ચેતવણી આપી અને તેને આગળ આમ કરવાથી રોક્યો અને મોઈનને આ રિસ્ટબેન્ડ દૂર કરવા પડ્યા હતા.

મેચની વાત કરીએ તો આ મેચમાં શ્રીલંકાએ 345 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકની સદીની મદદથી 48.1 ઓવરમાં 6 વિકેટથી મેચ જીતી લીધી હતી. 345 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાન તરફથી રિઝવાને 131 રન અને શફીકે 113 રનની શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી.

આ મેચમાં કુલ 4 સદી ફટકારવામાં આવી હતી. રિઝવાન-શફીક ઉપરાંત કુસલ મેન્ડિસ (122) અને સદિરા સમરવિક્રમા (108)એ પણ શ્રીલંકા તરફથી સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે એક જ મેચમાં 4 સદી ફટકારવામાં આવી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp