રસ્તાઓ જામ-સ્ટેડિયમ ભરાઈ ગયું, ચાહકો ઝાડ પર ચઢ્યા, જુઓ ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ

PC: bhaskarhindi.com

ક્રિકેટની દુનિયામાં કેટલીક એવી મેચો છે, ચાહકો તે મેચનો સ્ટેડિયમમાં બેસીને આનંદ માણવા માંગે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા પણ આવી જ છે, આ બંને ટીમો વચ્ચેની સ્પર્ધા જોવા માટે ચાહકો દુનિયાના કોઈપણ ખૂણે પહોંચવા તૈયાર છે. ભારત-પાકની દરેક મેચમાં સ્ટેડિયમ ભરાયેલું રહે છે. જો કે, આ બે દેશો સિવાય અન્ય દેશોની મેચોમાં ચાહકોની ભીડ ઓછી રહે છે, પરંતુ હવે એક એવી મેચ પણ સામે આવી છે, જેનો ક્રેઝ ચાહકોમાં એટલો બધો હતો કે સ્ટેડિયમ ભરાઈ ગયા બાદ ચાહકો ઝાડ પર ચડીને મેચની મજા માણવા લાગ્યા.

આ મેચ નેપાળ અને UAE વચ્ચે ત્રિભુવન યુનિવર્સિટી ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, કીર્તિપુર, નેપાળ ખાતે રમાઈ હતી. આ મેચ માટે ચાહકોમાં એવો ક્રેઝ જોવા મળ્યો કે, જ્યારે સ્ટેડિયમમાં જગ્યા બચી ન હતી ત્યારે લોકો સ્ટેડિયમની બહાર ઝાડ પર ચઢીને મેચની મજા માણવા લાગ્યા હતા. મેચ જોવા માટે ચાહકોની એટલી ભીડ હતી કે, સ્ટેડિયમની બહારના રસ્તાઓ પણ જામ થઈ ગયા હતા. આ મેચમાં દર્શકોની ભીડની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે આ મેચ જોવા માટે કેટલા ચાહકો પહોંચ્યા હતા તે જાણી શકાયું નથી, પરંતુ તસવીરો અને વીડિયો જોઈને ઘણા ચાહકો કહી રહ્યા છે કે, જો પ્રશંસકોની ગણતરી કરવામાં આવે તો આ એક રેકોર્ડ બની શક્યો હોત.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુ 2019-2023ની છઠ્ઠી મેચ નેપાળની ટીમ UAE સાથે રમી હતી. આ મેચમાં યજમાન નેપાળની ટીમે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 9 વિકેટે જીત મેળવી હતી અને આ ટીમ ICC ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પહોંચી હતી. મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોની ભીડ મેદાનમાં ઉમટી પડી હતી. હાલત એવી હતી કે, જે ક્રિકેટ ચાહકો મેદાનમાં ન પહોંચી શક્યા તેઓ ગ્રાઉન્ડની આસપાસના ઝાડ પર ચઢી ગયા અને ત્યાંથી મેચની મજા માણી હતી. નેપાળમાં ક્રિકેટ પ્રત્યેનો આ પ્રકારનો ક્રેઝ ચાહકોમાં જોવા મળવો એ આ રમતના દૃષ્ટિકોણથી અદ્ભુત છે.

નેપાળ અને UAE વચ્ચે રમાયેલી મેચમાં UAEએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. UAEનો આ નિર્ણય સારો સાબિત થયો અને આ ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા. નેપાળને જીતવા માટે 311 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આ ટીમે 44 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ અનુસાર મેચને 44 ઓવરની કરવામાં આવી અને નેપાળને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ મળ્યો. નેપાળ પહેલા જ આ સ્કોર પાર કરી ચૂક્યું હતું અને પછી નિયમો અનુસાર આ ટીમ 9 વિકેટે જીતી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp