
મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ ક્રિકેટમાં એક એવા કેપ્ટન તરીકે ઓળખાય છે, જેની રણનીતિ આગળ મોટામાં મોટી ટીમની રણનીતિ પણ ફ્લોપ થઈ જાય છે. ભારતને વર્ષ 2011માં વર્લ્ડ કપ અપાવનારા મહેન્દ્ર સિંહ ધોની IPLમાં પણ સફળ કેપ્ટનોમાંથી એક છે. તેની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ વર્ષ 2010, વર્ષ 2011, વર્ષ 2018 અને વર્ષ 2021માં ટ્રોફી પોતાના નામ કરી છે. આ વખત પણ ફેન્સને આશા છે કે ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટ્રોફી જીતવામાં સફળ રહેશે.
તો ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીની કેપ્ટન્સીમાં રહી ચૂકેલા રોબિન ઉથપ્પાએ મહેન્દ્ર સિંહ ધોનીની રણનીતિને લઈને પોતાના વિચાર રાખ્યા છે. તેણે કહ્યું કે, માહી ભાઈની રણનીતિ તમારી વિરુદ્ધ એવી રહે છે કે તમે પોતે નિરાશ થઈ જાઓ છો. તમે ન ઇચ્છતા હોવા છતા પણ ભૂલ કરી બેસો છો. રોબિન ઉથપ્પા મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ પણ IPLમાં રમ્યો છે. આ જ કારણ છે કે રોબિન ઉથપ્પાએ મહેન્દ્ર સિંહ ધીનીને લઈને પોતાના વિચાર રાખ્યા છે.
રોબિન ઉથપ્પાએ જિઓ સિનેમા પર વાત કરતા મહેન્દ્ર સિંહ ધોનીની રણનીતિ પર પોતાના વિચાર રાખ્યા અને કહ્યું કે, તેની રણનીતિ એવી હોય છે જેનો તોડ તમારી પાસે હોતો નથી. રોબિન ઉથપ્પાએ માહી ભાઈની ખાસ રણનીતિ પર કહ્યું કે, હું જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમતો હતો, તો મને તેમની રણનીતિ પર ઇરિટેટ થઇ જતો હતો. હું તેનાથી ખૂબ ઇરિટેટ થતો હતો. રોબિન ઉથપ્પાએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક વખત મારી સામે જોશ હેઝલવૂડ બોલિંગ કરી રહ્યો હતો અને માહી ભાઈએ તેના માટે ફાઇન લેગ પર કોઈ ખેલાડી રાખ્યો નહોતો.
એવામાં હું ગેપ જોઈને બહેકી ગયો અને બીજા જ બૉલ પર એ જગ્યાએ શૉટ મારવાના ચક્કરમાં આઉટ થઈ ગયો. તે તમને એ જગ્યા પર રમવા માટે મજબૂર કરી દે છે જ્યાં તમે રમવાને ટેવાયેલા નથી હોતા અને તમે વિકેટ ગુમાવી બેસો છો. ધોનીને લઈને પૂર્વ બેટ્સમેને કહ્યું કે, તે બેટ્સમેનોના મન સાથે રમત રમે છે, તે ન માત્ર બેટ્સમેનોને અલગ વિચારવા મજબૂર કરે છે, પરંતુ બોલરોને પણ અલગ પ્રકારે વિચારવા પર મજબૂર કરે છે. તે બોલરોને એવી સ્થિતિમાં પહોંચાડી દે છે કે બોલર પણ વિકેટ લેવા માટે પ્રયાસ કરવા લાગે છે.
તેની કેપ્ટન્સીમાં રમવું ઘણું બધુ શીખવા જેવું રહ્યું. ઉલ્લેખનીય છે કે IPL 2023માં અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સે 2 મેચ રમી છે અને એક મેચમાં જીત અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2023ની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT)એ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હતી, તો બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ જીત હાંસલ કરવામાં સફળ રહી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ આજે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ત્રીજી મેચ રમશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp