રોહિત શર્માએ બનાવ્યો આ મોટો રેકોર્ડ, આવું કરનારો બન્યો વિશ્વનો પહેલો બેટ્સમેન

PC: icc-cricket.com

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના ખતરનાક ઓપનરોમાં થાય છે. તેણે પોતાના દમ પર ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. જ્યારે તે પોતાની લયમાં હોય તો કોઈપણ બોલિંગ આક્રમણના ધજજાગરા ઉડાવી શકે છે. શ્રીલંકાની સામે પહેલી વનડે મેચમાં તેણે તોફાની ઈનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. આ સાથે જ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ચાલો જાણીએ તેના વિશે.

રોહિત શર્માએ કરી આ કમાલ

રોહિત શર્મા પહેલી વનડે મેચમાં ખૂબ જ સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવ્યા અને ભારતીય ટીમને શુભમન ગિલ સાથે મળીને મજબૂત શરૂઆત આપી. તેણે 67 બોલમાં 83 રન બનાવ્યા, જેમાં 9 ફોર અને 3 લાંબા સિક્સ સામેલ છે. તેની બેટિંગ જોઈને વિરોધી બોલરો આશ્ચર્યચકિત થઈ ગયા.

બનાવ્યો આ મોટો રેકોર્ડ

આ અગાઉ, બાંગ્લાદેશની સામે બીજી વનડે મેચમાં, રોહિત શર્મા ઈજાના કારણે નંબર 9 પર બેટિંગ કરવા ઉતર્યો હતો અને તેણે ધમાકેદાર અંદાજમાં 51 રન બનાવ્યા હતા. ત્યારે તે ઇજાગ્રસ્ત હતો પછી તેણે ધમાકેદાર બેટિંગ કરી. આ સાથે જ, રોહિત હવે સતત 2 ઇનિંગ્સમાં નંબર 9 અને નંબર 1 પર રમતી વખતે અડધી સદી ફટકારનારો વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેણે બાંગ્લાદેશની સામે નંબર 9 પર રમતા 51 રન બનાવ્યા હતા. જ્યારે, શ્રીલંકાની સામે ઓપનિંગ કરતી વખતે તેણે 83 રન બનાવ્યા હતા.

ભારતને જીતાડી ઘણી મેચ

રોહિત શર્માના નામે વનડે ક્રિકેટમાં 29 સદી નોંધાયેલી છે. તે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે ભારત માટે 233 વનડેમાં 9376 રન બનાવ્યા છે. તે લાંબા સિક્સર મારવા માટે ફેમસ રહ્યો છે. તે ભારત માટે વર્ષ 2007મા T20 વર્લ્ડ કપ અને જીતનારી અને વર્ષ 2013મા ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમનો પણ ભાગ રહ્યો છે.

જો કે, આ સફળતા બાદ પણ રોહિત શર્મા ખુશ નહીં જોવા મળ્યો. ગુવાહાટી વનડેમાં જીત બાદ રોહિત શર્માએ કહ્યું કે, તે ટીમની બેટિંગથી સંતુષ્ટ છે પરંતુ બોલિંગમાં સુધારો કરવો પડશે. ભારતીય કેપ્ટને કહ્યું કે, અમે બેટથી સારી શરૂઆત કરી હતી. બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ મને લાગ્યું કે અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત. પરંતુ હું વધારે આલોચના નથી કરવા માંગતો કારણ કે, પરિસ્થિતિઓ સરળ નહીં હતી. ખાસ કરીને ઝાકળ પડ્યા પછી બોલિંગમાં સમસ્યા આવી રહી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય બોલર મોહમ્મદ સિરાજ સિવાય તમામ મોંઘા સાબિત થયા. ખાસ કરીને મોહમ્મદ શમી જેણે 9 ઓવરમાં 67 રન આપ્યા. જ્યારે, ઉમરાન મલિક પણ તેના ત્રીજા સ્પેલમાં ઘણો પછડાતો જોવા મળ્યો. આ જ કારણ રહ્યું કે, શ્રીલંકાએ પણ 306 રન બનાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp