26th January selfie contest

રોહિત-વિરાટે ટીમ ઈન્ડિયામાં બનાવી લીધા હતા પોતપોતાના ગ્રુપ?કોચના ખુલાસાથી ખળભળાટ

PC: cricreads.com

દુનિયાના બે દિગ્ગજ બેટ્સમેન- રોહિત શર્મા અને વિરાટ કોહલી. ટીમ ઈન્ડિયાના બે સૌથી સીનિયર ક્રિકેટર, જ્યારે પણ મેદાન પર ઊભા હોય તો કરોડો ફેન્સની આશાઓ વધી જાય છે. વર્ષ 2008થી ભારતીય ટીમ માટે રમી રહ્યા છે. આ વર્ષોમાં બંનેએ જ ક્રિકેટને આગળ વધારવા માટે ખૂબ જ યોગદાન આપ્યું છે. સાથે જ યાદગાર ભાગીદારીઓ પણ કરી છે પરંતુ, એક સમયે આ બંને વચ્ચે અણબનાવના સમાચારો હતા. હવે એક બુકમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી, આજે પણ જ્યારે એક સાથે બેટિંગ કરે છે અને ફોર્મમાં હોય છે તો વર્લ્ડ ક્રિકેટમાં કદાચ જ તેના કરતા વધુ સારો નજારો રહે છે. જોકે, આ બંને વચ્ચે બધુ હંમેશાં મધુર નથી રહ્યું. એક સમય હતો, જ્યારે કોહલી અને રોહિતની વચ્ચે અણબનાવની અફવાઓ ચારેબાજુએ ફેલાયેલી હતી. તેનાથી ભારતીય ક્રિકેટને પણ નુકસાન થઈ રહ્યું હતું. વર્ષ 2019માં રમવામાં આવેલા વનડે વર્લ્ડ કપ દરમિયાન આ સમાચારોએ આગ પકડી હતી. પછી 2021ના અંતમાં કોહલીને ભારતના વનડે કેપ્ટનના રૂપમાં હટાવ્યા બાદ આવી વાતો ફરીથી થવા માંડી.

બધા જ એ જાણવા માંગતા હશે કે શું એ અફવાઓમાં કોઈ દમ હતો? સોશિયલ મીડિયા પર તો બંનેના ઝઘડાના સમાચારો કથિતરીતે તેમના સંબંધોને થોડાં તણાવપૂર્ણ કરી દીધા હતા. ભારતના પૂર્વ ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે પોતાની બુકમાં આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કઈ રીતે રોહિત અને કોહલીની વચ્ચે બાબતો ખરાબ થઈ. પરંતુ, તે પહેલાની સ્થિતિ હાથમાંથી બહાર નીકળતી, તત્કાલિન હેડ કોચ રવિ શાસ્ત્રીએ બધુ નિયંત્રિત કરવા માટે જવાબદારી સંભાળી.

આર. શ્રીધરે પોતાની બુક કોચિંગ બિયોન્ડમાં લખ્યું, 2019 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે આપણી ટીમની હાર બાદ ઘણુ બધુ લખવામાં આવ્યું. ડ્રેસિંગ રૂમમાં કથિતરીતે શું થયુ, તે અંગે ઘણા ખરાબ સમાચાર હતા. અમને ત્યારે જણાવવામાં આવ્યું કે, ટીમ રોહિત અને વિરાટના જૂથોમાં વહેંચાયેલી હતી. એક કેમ્પ રોહિતનો અને એક વિરાટનો હતો. કોઈકે સોશિયલ મીડિયા પર બીજાને અનફોલો કરી દીધો હતો- અમને કહેવામાં આવ્યું કે જો તમે તેને ખરાબ થવા દીધુ તો આ બાબત હેરાન કરી શકે છે.

શ્રીધરે આગળ લખ્યું, અમે વનડે વર્લ્ડ કપના આશરે 10 દિવસ બાદ લોડરહિલમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરિઝ માટે અમેરિકામાં ઉતર્યા. રવિ શાસ્ત્રીએ સૌથી પહેલા વિરાટ અને રોહિતને પોતાના રૂમમાં બોલાવ્યા અને તેમની સાથે વાત કરી. ભારતીય ક્રિકેટના સ્વસ્થ રહેવા માટે તેમના એક સાથે રહેવાની જરૂર હતી. રવિએ તેમને કહ્યું- હું ઈચ્છું છું કે તમે આ બધુ પાછળ છોડી દો અને ટીમને આગળ વધારવા માટે એક સાથે રહો. જ્યારે મુખ્ય કોચ શાસ્ત્રીએ હસ્તક્ષેપ કર્યો, તો કોહલી અને રોહિતે રીસેટ બટન સેટ કરી દીધુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp